ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Govt job : 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવનિયુક્ત યુવા કર્મચારી નિમણૂક પત્ર એનાયત - જીપીએસસી

છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પના સંવાહક બનવા નવનિયુક્ત પંચાયતકર્મીઓને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. તેમણે ગાંધીનગરમાં 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવનિયુક્ત યુવા કર્મચારી નિમણૂક પત્ર એનાયત કર્યો હતો.

Gujarat Govt job : 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવનિયુક્ત યુવા કર્મચારી નિમણૂક પત્ર એનાયત
Gujarat Govt job : 3014 તલાટી કમ મંત્રી સહિત 4159 નવનિયુક્ત યુવા કર્મચારી નિમણૂક પત્ર એનાયત

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 7:03 PM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂક મેળવી રહેલા 4,159 જેટલા યુવાઓને નાનામાં નાના - છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંવાહક બનવા આહવાન કરવા સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરતમંદ લોકોને 100 ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને પાર પાડવાનું સેવા દાયિત્વ આ નવ યુવા કર્મીઓએ નિભાવવાનું છે.

કયા કયા પદ પર ભરતી થઇ : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, જીપીએસસી તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા 3,014 તલાટી કમ મંત્રી, 998 જુનિયર ક્લાર્ક, 72 નાયબ સેક્શન ઓફિસર, 58 અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા 17 હવાલદાર મળીને સમગ્રતયા 4,159 નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જનસેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શી અને અસરકારક કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરીને ગુડ ગવર્નન્સનું મોડેલ આપ્યું છે. ગુજરાતની આ ગુડ ગવર્નન્સ અગ્રેસરતાથી વિકાસની ગતિ વધુ સારી રીતે આગળ લઈ જવામાં પંચાયત સેવાના પાયાના કર્મચારી તરીકે નવનિયુક્ત કર્મયોગીઓની જવાબદારીઓ વિશેષ છે. તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ...સીએમ ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

વિકસિત ભારત@2047 માટે સહયોગ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બનવાની પ્રેરણા પણ યુવા નવનિયુક્ત કર્મીઓને પૂરી પાડી હતી. નવી નિમણૂક મેળવી રહેલા કર્મયોગીઓને પ્રેરણા-માર્ગદર્શન આપતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના શુભેચ્છા પત્ર ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિકાસ, સુશાસન અને શ્રેષ્ઠતાની ત્રિવેણીથી રાષ્ટ્ર અને રાજ્યની ગૌરવ-પ્રતિષ્ઠા સતત વધારવામાં આ યુવા શક્તિના ઉમંગ, જોશ અને નવી ચેતનાસભર વિચારો ઉપયુક્ત બનશે.

સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલાની નિમણૂક

ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઇ હોવાનો દાવો : રાજ્ય અને પંચાયત સેવામાં નવનિયુક્ત થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા પંચાયત રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં ગુજરાતની પંચાયત સેવાને વધુ સબળ, સુગમ અને મજબૂત બનાવવા સંપૂર્ણ ભરતી પ્રક્રિયાને પારદર્શિતા સાથે ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ કરી આજે સૌને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

પસંદગી પામેલા સૌ ઉમેદવારો પાસે રાજ્ય સરકારમાં જોડાઈને નાગરિકોની સેવા કરવા માટેની જ્વલંત તક છે. ત્યારે નવનિયુક્ત કર્મયોગીઓ પણ સંપૂર્ણ નિષ્ઠા અને પારદર્શિતા સાથે કામ કરી રાજ્યના વિકાસમાં પોતાનો સહયોગ આપે.આજે ગ્રામ પંચાયતોમાં સચિવાલય જેટલી જ સુવિધા હોવાથી તેને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. આ ગ્રામ સચિવાલયમાં આપ સૌ કર્મયોગીઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે...બચુભાઇ ખાબડ (પંચાયત રાજ્યપ્રધાન)

સરકારમાં સીધી ભરતીથી નિમણૂક : છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્ય સરકારની વિવિધ 17 કેડરમાં 13,000 જેટલા કર્મયોગીઓની રાજ્ય સરકારમાં સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના ઇતિહાસમાં એક વર્ષ દરમિયાન આટલા મોટા પ્રમાણમાં પહેલી વાર ભરતી થઇ છે. આ પ્રસંગે ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા, મુખ્ય સચિવ રાજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ સહિત પસંદગી પામેલા ઉમેદવારો અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. Police Loan Tennis Championship : અમદાવાદમાં 24મી ઓલ ઈન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ 2023 સંપન્ન, સીએમે સમજાવ્યું મહત્ત્વ
  2. Govt Job issue: સામાજિક ન્યાય વિભાગનો પરિપત્ર વિવાદ વકર્યો, દિવ્યાંગો પરીક્ષામાં પાસ હોવા છતાં બન્યા લાચાર
  3. Talati Exam 2023 : તલાટી પરીક્ષાર્થી ઉમેદવારોના થમ્બ ઇમ્પ્રેશન લેવાનું ભૂલાયું, ઉમેદવારો પાસ થશે તો એફએસએલ તપાસ યોજાશે

ABOUT THE AUTHOR

...view details