ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar Municipal Corporation: મતગણતરી સમયે કયાં સ્થળે કેટલો પોલીસનો કાફલો તૈનાત તે અંગે જાણો - પોલીસ બંધોબસ્ત

ગત તા.3 ના રોજ ગાંધીનગર મ્યુનીશીપાલ કોર્પોરેશનની 11 વોર્ડ પર ચૂંટણી યોજાઇ હતી. જેનું આજરોજ એટલે કે, મંગળવારના સવારે તેની મતગણતરી શરુ થઇ ગઇ છે. જેમાં કોઇ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે મતગણતરીનાં સ્થળ પર 1 SP, 6 DySP, 11 PI, 50 PSI, 303 પોલીસ કોન્સ્ટેબલ, 119 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 33 ટ્રાફિક પોલીસનો કોફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

Gandhinagar Municipal Corporation: મતગણતરી સમયે કયાં સ્થળે કેટલો પોલીસનો કાફલો રહેશે તૈનાત તે અંગે જાણો
Gandhinagar Municipal Corporation: મતગણતરી સમયે કયાં સ્થળે કેટલો પોલીસનો કાફલો રહેશે તૈનાત તે અંગે જાણો

By

Published : Oct 5, 2021, 9:00 AM IST

Updated : Oct 5, 2021, 9:27 AM IST

  • તા.3 ના રોજ ગાંધીનગર મ્યુનીશીપાલ કોર્પોરેશનની 11 વોર્ડ પર ચૂંટણી યોજાઇ હતી
  • આજે સવારે મતગણતરી શરુ થઇ ગઇ છે
  • પોલીસનો કાફલો રહેશે તૈનાત

ગાંધીનગર : ગાંધીનગરમાં ગત તા.3 ના રોજ ગાંધીનગર મ્યુનીશીપાલ કોર્પોરેશનની 11 વોર્ડ પર ચૂંટણી યોજાઇ હતી. આજે તેની મત ગણતરીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. તે સમયે કોઇ બનાવ ન બને તે માટે મતગણતરીનાં સ્થળ પર પોલીસની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સ્થળ પર 1 SP, 6 DySP, 11 PI, 50 PSI, 303 પોલીસ કોન્સ્ટેબલ, 119 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 33 ટ્રાફિક પોલીસનો કોફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

વોર્ડ પ્રમાણે પોલીસની ફાળવણી

  • વોર્ડ નં. 1અને 2 માટે 1 DySP, 2 PI, 7 PSI, 39 પોલીસ કોન્સ્ટેબલ, 15 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 4 ટ્રાફિક પોલીસ,
  • વોર્ડ નં. 3 અને 4 માટે 1 DySP, 2 PI, 8 PSI, 49 પોલીસ કોન્સ્ટેબલ, 18 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 5 ટ્રાફિક પોલીસ
  • વોર્ડ નં. 5, 6, 7 અને 8 માટે 1 DySP, 2 PI, 13 PSI, 59 પોલીસ કોન્સ્ટેબલ, 27 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 4 ટ્રાફિક પોલીસ
  • વોર્ડ નં. 9,10 અને 11 માટે 1 DySP , 2 PI, 11 PSI, 56 પોલીસ કોન્સ્ટેબલ, 24 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 7 ટ્રાફિક પોલીસ
Last Updated : Oct 5, 2021, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details