કુડાસણ રાજધાની સોસાયટી પાસે 140 બેડનું રેનબસેરા બનાવતાં રહીશોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું - ગાંધીનગર મહાપાલિકા
ગાંધીનગર શહેરમાં ઘરવિહોણા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા રેનબસેરા બનાવવામાં આવી રહ્યું છે. ગુડા વિસ્તારમાં આવેલી રાજધાની સોસાયટી પાસે રેનબસેરા બનાવવામાં આવતા રહીશોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્રણ દિવસથી સોસાયટીની પાસે રેનબસેરાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યાં આંદોલન કરવામાં આવી રહ્નુંયું છે. રહીશોએ કહ્યું કે કોર્પોરેશન દ્વારા ખોટી જગ્યા પસંદ કરવામાં આવી છે. જો આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે પણ આંદોલન કરવામાં આવશે.
રાજધાની સોસાયટીના રહીશોએ કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા ખોટી જગ્યા પસંદ કરવામાં આવી છે. ઘરવિહોણા લોકોને ઘર આપવું જોઈએ તેમાં અમારી કોઇ જગ્યા નથી. પરંતુ જ્યારે રેલવે સ્ટેશન બસ સ્ટેશન નજીક પડતું હોય તેવી જગ્યાએ રેઇન બસેરા બનાવવું જોઈએ. જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અધિકારીઓ દ્વારા અમને ખોટું બોલવામાં આવ્યું હતું. અહીંયા રેઇન બસેરાની જગ્યાએ બાળકોને રમવા માટેનો બગીચો લાઈબ્રેરીની પણ સુવિધા મહાનગરપાલિકા કરી શકતું હતું. પરંતુ તેમ કરવામાં આવી રહી નથી. સોસાયટીની બિલકુલ બાજુમાં રેનબસેરા બનાવવાના કારણે ચોરી સહિતની શક્યતાઓ પણ નકારી શકાતી નથી.