ગુજરાત

gujarat

ETV Bharat / state

કોબા પાસે ગટરલાઇન કામગીરીમાં ભેખડ ધસી, કાકાભત્રીજા સહિત 5 દટાયાં, આબાદ બચાવ - ઈટીવી ભારત

ગાંધીનગર પાસે કોબામાં ગટર લાઈનના ખોદકામ સમયે ભેખડ ધસી પડતાં 5 મજૂર દટાયાં હતાં. ગાંધીનગર ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી જઇને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ચાર લોકોને ટૂંકસમયમાં બહાર કાઢવામાં આવ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિને 40 મિનિટની મહેનત બાદ હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. તમામ લોકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં હતાં

કોબા પાસે ગટરલાઇન કામગીરીમાં ભેખડ ધસી, કાકાભત્રીજા સહિત 5 દટાયાં, આબાદ બચાવ
કોબા પાસે ગટરલાઇન કામગીરીમાં ભેખડ ધસી, કાકાભત્રીજા સહિત 5 દટાયાં, આબાદ બચાવ

By

Published : Feb 6, 2020, 2:01 PM IST

Updated : Feb 6, 2020, 5:26 PM IST

ગાંધીનગરઃઆજે સવારે દસ વાગ્યાના અરસામાં કોબામાં આવેલા કે રાહેજા વિસ્તારમાં ગુડા ગટર લાઈનનું કામકાજ ચાલુ હતું. તે દરમિયાન 12 ફૂટ ઊંડી ગટર લાઈન તળીયાનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નીચે કામ કરી રહેલા એક મજૂર ઉપર માટીની ભેખડ પડી હતી. ત્યારે માટીમાં દટાયેલા વ્યક્તિને બહાર કાઢવા પાસે કામ કરી રહેલા અન્ય ચાર વ્યક્તિઓ પણ ગટર લાઈનના ખોદકામમાં નીચે ઉતર્યા હતાં. ત્યારે ફરીથી માટીની ભેખડ ધસી પડતાં પાંચે પાંચ જણ દબાઈ ગયાં હતાં

કોબા પાસે ગટરલાઇન કામગીરીમાં ભેખડ ધસી, કાકાભત્રીજા સહિત 5 દટાયાં, આબાદ બચાવ
દાહોદના 32 વર્ષીય પૂનમ દીતા મેડા માટીમાં દબાઈ ગયા હતા જેને બહાર કાઢવા માટે 19 વર્ષીય ભરત કપુરજી રાણા રાજસ્થાન, 26 વર્ષીય રાજુ કનુજી મેડા દાહોદ, ભત્રીજો, 24 વર્ષીય બહાદુર મંનુંજી બારૈયા દાહોદ, 19 વર્ષીય મુકેશ વાલ્મિકી પટેલ પંજાબ પણ દબાઈ ગયાં હતાં પૂનમભાઈ સિવાયના તમામ લોકોને થોડીક જ મિનિટોમાં એમ કેમ બહાર કાઢીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા પરંતુ પુનમભાઈ જમીનમાં વધારે દટાયા હોવાને લઈને 40 મિનિટ જેટલો સમય બહાર કાઢવામાં થયો હતો. પરંતુ તેમનો પણ આ ગોઝારી ઘટનામાં આબાદ બચાવ થયો હતો.ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેરમાં 15 દિવસ પહેલાં જ ખાનગી બાંધકામ સહિતની ભેખડ ધસી પડતાં એક એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થયાં. હતાં ત્યારે આ બનાવને હજુ સમય પણ થયો નથી. તેવા સમયે બીજો બનાવ બનતાં સમગ્ર ગાંધીનગર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. જ્યારે પોલીસ ફરિયાદ પણ હજુ સુધી ચોપડે નોંધાઈ નથી.
Last Updated : Feb 6, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details