ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા સચિવાલય ગેટ નંબર 4 પાસે કાર ચાલક રોડ ઉપર સૂઈ ગયો, જાણો કારણ - ગાંધીનગર સમાચાર

ગાંધીનગરઃ નવા સચિવાલય સંકુલની અંદર પ્રવેશ કરવા માટે તમામ મુલાકાતીઓએ એન્ટ્રી પાસ મેળવવો જરૂરી છે, ત્યારે આજે મંગળવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ એક કાર ચાલક દરવાજા વચ્ચે જ રોડ ઉપર સૂઈ ગયો હતો. તમાશાને તેડું ન હોય તે રીતે મોટી સંખ્યામાં લોકો તમાશો જોવા માટે પહોંચી ગયા હતાં.

gandhinaga

By

Published : Oct 22, 2019, 8:32 PM IST

ગાંધીનગર નવા સચિવાલય ગેટ નંબર 4 પાસે કડીમાં રહેતા જયંતીભાઈ કચરાદાસ પટેલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળવા માટે આવ્યા હતાં. તે દરમિયાન જ સચિવાલય સંકુલની આસપાસ ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને દંડ ફટકારવામાં આવતો હતો. જયંતીભાઈ પટેલ પણ પોતાની અલટો કાર નંબર જી જે 2 CP 3581 રોડ વચ્ચે જ મૂકીને ચાલવા લાગ્યા હતાં.

નવા સચિવાલય ગેટ નંબર 4 પાસે કાર ચાલક રોડ ઉપર સૂઈ ગયો, જાણો કારણ

ટ્રાફિક પોલીસ દ્વારા અલ્ટો કાર વચ્ચે પડી હોવાના કારણે લોક મારી દેવામાં આવ્યો હતો. જ્યારે 500 રૂપિયાની પાવતી દંડ રૂપે આપવામાં આવી હતી. જેના કારણે જયંતીભાઈ રોડ વચ્ચે જ સુઈ ગયા હતા અને તમાશો કરવા લાગ્યા હતાં. ટ્રાફિક દંડની રકમના કારણે રોષ વ્યક્ત કરી રહ્યા હતાં. પરિણામે રોડ વચ્ચે સુઈ ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details