ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ માણસા કલોલ તાલુકામાં કોરોનાવાયરસના આંકડા ધીમે ધીમે વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર હવે વધુ સજાગ નહીં બને તો કોરોના વાઇરસ ગામડાઓમાં ભરખી જશે. તેવા સમયે આજે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં વધુ 11 કેસ સામે આવ્યા છે. જેમાં પેથાપુરમાં રહેતા 59 વર્ષીય વૃદ્ધા કોરોના વાયરસનો ભોગ બન્યા છે. વૃદ્ધાના પરિવારમાં તેમનો પુત્ર કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેને લઇને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજ્યના પાટનગરમાં એક જ દિવસમાં સૌથી વધુ 11 કેસ સામે આવ્યાં - રાજ્યના પાટનગર
અમદાવાદના કારણે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે. ગઈકાલે પેથાપુર અને કલોલમાં કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે વધુ 10 કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે. જેમાં દહેગામ, માણસા, કલોલ, પેથાપુર સેક્ટર 2 સેક્ટર 3 અને સેકટર-24માં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે જિલ્લાનો આંકડો 50 ઉપર પહોંચ્યો છે.
![રાજ્યના પાટનગરમાં એક જ દિવસમાં સૌથી વધુ 11 કેસ સામે આવ્યાં રાજ્યના પાટનગરમાં કોરોનાની અડધી સદી, એક જ દિવસમાં સૌથી વધુ 11 કેસ સામે આવ્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6997996-938-6997996-1588226843385.jpg)
જ્યારે માણસા તાલુકાના ચડાસણા ગામમાં બે કેસ સામે આવ્યા છે. જેમાં 6 વર્ષીય બાળક અને 40 વર્ષીય પિતાનો સમાવેશ થાય છે. દહેગામ તાલુકાના હાલીસા ગામમાં અગાઉ એસઆરપી જવાન પોઝિટિવ આવ્યો હતો. તેના પરિવારમાં વધુ બે કેસ સામે આવ્યા છે. જેમાં 3 વર્ષીય દીકરી અને 42 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે, તેની સાથે આ ગામમાં જ 24 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો છે. હાલીસા ગામમાં આજે ત્રણ કેસ સામે આવ્યા છે. નાંદોલ ગામમાં સામે આવ્યો છે, જ્યા 44 વર્ષીય મહિલા પોઝિટિવ આવી છે. આ મહિલા થોડા દિવસ પહેલા અમદાવાદના નરોડાથી નાંદોલમાં આવ્યા હતા. જો કે આ કેસનો સમાવેશ અમદાવાદમાં કરવામાં આવશે મહિલા નરોડા રહે છે અને નાંદોલ આવ્યા હતા.
ગાંધીનગર શહેરી વિસ્તારમાં પણ આજે વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટર 24 શ્રીનગરમાં 49 વર્ષીય પુરુષ, સેક્ટર 3માં 35 વર્ષીય મહિલા અને સેક્ટર 2B માં 81 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે. ત્યારે આજે સામે આવેલા 11 કેસમાં ગાંધીનગર શહેરમાં 3, ગ્રામ્ય વિસ્તારમાં પેથાપુરના સમાવેશ સાથે 7 કેસ સામે આવ્યા છે. તેની સાથે સમગ્ર જિલ્લાનો આંકડો 50 પહોંચ્યો છેજ્યારે કલોલમાં પણ એક કેસ સામે આવ્યો છે. 38 વર્ષીય યુવતી ન્યુટ્રીશીયન આસિસ્ટન્ટ તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે. જેનો કોરોના પોઝિટિવ આવતા આજે જિલ્લાનો આંકડો 50 ઉપર પહોંચી ગયો છે.