મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બોલિંગમાં અધ્યક્ષ શંકર ચૌધરી બોલ્ડ થતા રહી ગયા ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભાની સંકુલમાં જ હોળી ધુળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ક્રિકેટ મેચનો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્યોના ક્રિકેટ મેચનો શુભારંભ રાજ્યના મુખ્યપ્રધાન પટેલ અને અધ્યક્ષ શંકર ચૌધરીએ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હાજર રહ્યા હતા, પરંતુ કોંગ્રેસના એક પણ ધારાસભ્યો દેખાયા ન હતા.
મુખ્યપ્રધાને બેટિંગ અને બોલિંગ પર હાથ અજમાવ્યો :રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શંકર ચૌધરીએ ધારાસભ્ય ક્રિકેટ લીગનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેટિંગ પર હાથ અજમાવ્યો હતો અને ત્યારબાદ બોલિંગ પર પણ હાથ અજમાવ્યો હતો. જ્યારે બોલિંગ કરી ત્યારે શંકર ચૌધરીના બેટિંગ દરમિયાન મીડલ સ્ટમ્પ પરથી બોલ પસાર થયો હતો અને શંકર ચૌધરી આઉટ થતા રહી ગયા હતા.
વિશ્વામિત્રી ટીમનો નબળો પ્રારંભ :પ્રથમ મેચ વિશ્વામિત્રી અને બનાસ વચ્ચે શરૂ થઈ હતી. જેમાં વિશ્વામિત્રી ટીમના નબળી શરૂઆત થઈ હતી અને એક ઓવરમાં 2 વિકેટ પડી ગઈ હતી. બાદમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ 27 બોલમાં 50 રન બનાવ્યા હતા. ટીમને મજબૂત પરિસ્થિતિ પર પહોંચાડી હતી.
આ પણ વાંચો :DGP cup cricket tournament in Surat: રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત ખાતે DGP કપમાં આપી હાજરી, પોલીસકર્મીઓ સાથે રમ્યા ક્રિકેટ
તમામ ટીમમાં મહિલા ધારાસભ્ય વાઇસ કેપ્ટન :ધારાસભ્યની જે ટીમ તૈયાર કરવામાં આવી છે. તે તમામ ટીમમાં એક મહિલા ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ મહિલા ધારાસભ્યોને વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આમ ધારાસભ્ય ક્રિકેટ લિંકમાં મહિલા ધારાસભ્યોએ પણ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં હાથ અજમાવ્યો હતો.
આ પણ વાંચો :Cricket match of MLAs : 20 માર્ચથી કોબા ગ્રાઉન્ડમાં MLA મેદાને ઊતરશે, T20 રમાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી વેબસાઈટ પર લાઈવ :ગુજરાતના 80થી વધુ ધારાસભ્યો આ ક્રિકેટ મેચમાં જોડાયા છે, ત્યારે તમામ લોકો આ ક્રિકેટ મેચનો લાઇવ પ્રસારણ નિહાળી શકે તેને ધ્યાનમાં લઈને ગુજરાત સ્પોર્ટ ઓથોરિટીના યુટ્યુબ પેજ પર લાઈવ કરવામાં આવી રહ્યું છે. જ્યારે હિન્દીમાં ગ્રાઉન્ડ પર કોમેન્ટ્રી કરવામાં આવી છે. ત્યારે યુટ્યુબ પર પણ અમુક લોકોએ એવી કોમેન્ટ કરી હતી કે, ગુજરાતીમાં કોમેન્ટ્રી કરો, જ્યારે આ ક્રિકેટ મેચના નાટક છોડીને પરીક્ષા બાબતે ધ્યાન આપો તેવી પણ ટિપ્પણીઓ કરી હતી.