ગાંધીનગર : ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગા વિરુદ્ધ સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે જમીનની ફેર બદલીમાં કોમેન્ટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે, ત્યારે સમગ્ર મામલે હવે તત્કાલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને તત્કાલીન મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના દિશા નિર્દેશ અનુસાર આ કામગીરી કરાઈ હોવાનું પણ વાતો ગતિ થઈ છે. જેને લઈને અમિત ચાવડાએ તત્કાલી વિજય રૂપાણી સરકારે હાય લેવલની મીટીંગ કરીને જ આ 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરો હોવાનો આક્ષેપ કર્યો હતો.
1918માં સરકારે પટેલ હીરાચંદ પ્રાણદાસ અને અને સિંધી સુલેમાનભાઈ કાસમભાઇને જીવદયાની પ્રવૃત્તિ કરવા અને પાંજરાપોળ માટે 99 વર્ષના ભાડેપટ્ટે જમીન આપવામાં આવી હતી. વર્ષો સુધી આ જમીન પર ગાયોનું ચલણ થયું અને પાંજરાપોળોની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી. જ્યારે આ જમીન ગાંધીનગર શહેરની નજીક આવી કિંમતમાં વધારો થયો ત્યારે રાજકારણીઓ અધિકારીઓ અને બિલ્ડરની મિલીભગતના કારણે એક આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું હતું. આખો પ્લાન તૈયાર કરીને આ જમીન કેવી રીતે હડપ કરવી અને કરોડો રૂપિયા કમાવવા તેનું આયોજન કરાયું છે.- અમિત ચાવડા (વિપક્ષ નેતા)
વિજય રૂપાણીએ આપ્યો જવાબ :અમિત ચાવડા કરેલા અક્ષતમાં વિજય રૂપાણીએ પ્રતિ ઉત્તર આપતા જણાવ્યું હતું કે, મારી સરકારમાં જ ગાંધીનગરના કલેક્ટર લાંગા વિરુદ્ધ તમામ પુરાવા સામે આવવાથી જ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં અસંખ્ય ફાયદોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યો હતો, જ્યારે અગાઉ પંચમહાલની જમીનમાં પણ કરોડો રૂપિયાના કૌભાંડમાં લાંબા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે અંગે તેઓએ આ ગોધરા જામીન પણ દીધા હતા, જ્યારે હાઈ પાવર કમિટીની બેઠકમાં પાંજરાપોળની જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી અને હાઈ પાવર કમિટીમાં હંમેશા સરકારની પોલીસી નીતિ વિષે કે બજેટના સંદર્ભે જ ચર્ચા થતી હતી.
હાઇકોર્ટના એડવોકેટ જનરલની ટીપ્પણીનો ઉલ્લંઘન :અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, જમીનમાં જે ટ્રસ્ટ વહીવટ કરતું હતું. તે ટ્રસ્ટ અધિનિયમ હેઠળ કોઈપણ જાતની તકદીલી કરવી હોય હેતુ, તો સક્ષમ અધિકારી, ચેરિટી કમિશનરની મંજૂરી લેવાની થતી હોય છે, પરંતુ આમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ જમીનની ભાડા પટ્ટો રદ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ જમીનમાં જે રીતે કૌભાંડ થયું તેમાં ગણતરી એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એક્ટના પણ જોગવાઈઓનું પાલન ના થયું હાઇકોર્ટના એડવોકેટ જનરલ જે અભિપ્રાય આપ્યા હતા. તેની પણ સદંતર અનદેખી કરવામાં આવી હોવાનો આપશે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યા હતા.