પાટનગરમાં દિવાળી વેકેશનમાં બંધ ઘરો પર નજર રાખશે પોલીસનો પ્રોજેક્ટ 'સતર્ક' ગાંધીનગર: દિવાળી દરમિયાન રાજ્ય સરકારમાં પાંચ દિવસનું મિનિ વેકેશન છે. ગાંધીનગર જેવા શહેરમાં ઘણા બધા સરકારી અધિકારીઓ બહારથી આવીને વસ્યા છે. તેઓ દિવાળી માટે પોતાના વતન જશે. ત્યારે તેમના બંધ ઘરોમાં ઘરફોડ ચોરીના બનાવો ન બને તે માટે પોલીસ લાવી છે પ્રોજેક્ટ 'સતર્ક'.
પ્રોજેક્ટ 'સતર્ક': પાટનગરમાં જે ઘર દિવાળીમાં બંધ રહેશે તે ઘરોમાં અલગ અલગ એન્ગલે 1,2 અને 3ની સંખ્યામાં જેટલી જરુર હોય તેટલા સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ સીસીટીવી કેમેરામાં હ્યુમન મોશન ડિટક્શન સેન્સિંગથી સજ્જ હશે. તેથી બંધ ઘરમાં કોઈ વ્યક્તિ પ્રવેશ કરે તો તરત જ મોબાઈલ પર એલર્ટ આવશે. આ કેમેરા દ્વારા ઘરનું મોનિટરિંગ સતત થતું રહેશે. ઘર માલિકના મોબાઈલમાં આ મોનિટરિંગ જોવા મળશે. જો ઘર માલિક પરવાનગી આપે અને લોગ ઈન આપશે તો પોલીસ દ્વારા પણ આ ઘરનું મોનિટરિંગ કરવામાં આવશે. જો પોલીસ કન્ટ્રોલ રુમમાં એલર્ટ આવશે કે ઘર માલિક આ એલર્ટની જાણ પોલીસને કરશે તો 3 મિનિટમાં આ ઘર સુધી પોલીસ વાન પહોંચી જશે. જેથી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશેલ શખ્સને ઝડપી શકાય. અત્યારે આ પ્રોજેક્ટનો પાયલોટ ફેઝ શરુ કરવામાં આવ્યો છે. જો રહેવાસીઓ તરફથી આ પ્રોજેક્ટને યોગ્ય રિસ્પોન્સ મળશે તો આ પાયલોટ પ્રોજેક્ટને પરમેનન્ટ કરી દેવામાં આવશે.
સીસીટીવી એજન્સીઓનો સહકારઃ પ્રોજેક્ટ 'સતર્ક'માં ગાંધીનગર પોલીસ સીસીટીવી એજન્સીઓનો સહકાર લઈ રહી છે. આ એજન્સીઓ હંગામી ધોરણે પ્રતિ કેમેરા 1000 રુપિયામાં ઘરમાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરી આપશે. આ કેમેરા હ્યુમન મોશન ડિટક્શન સેન્સિંગથી સજ્જ હશે. તેથી બંધ ઘરમાં જો કોઈ પ્રવેશે તો તેનું એલર્ટ ઘર માલિકના મોબાઈલમાં અને પોલીસ કન્ટ્રોલ રુમમાં જશે. જો આ વ્યવસ્થાને પરમેનન્ટ કરવી હોય તો પ્રતિ કેમેરા 3000 રુપિયાના ચાર્જથી સીસીટીવી કેમેરા પરમેનન્ટલી ઈન્સ્ટોલ કરવામાં આવશે.
બંધ ઘરમાં અલગ અલગ એન્ગલે સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. જેનું એકસેસ ઘર માલિકના મોબાઈલ અને ઘર માલિક ઈચ્છે તો ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રુમને આપવામાં આવશે. જેથી ગેરકાયદેસ પ્રવેશનું એલર્ટ મળી શકે. જેવું એલર્ટ મળશે કે 3 મિનિટમાં પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી જશે. હાલ આ પ્રોજેક્ટનો પાયલોટ ફેઝ શરુ કરવામાં આવ્યો છે. અત્યારસુધી આ પ્રોજેક્ટ સંદર્ભે અમને કુલ 40 અરજીઓ મળી છે. જો સ્થાનિકોનો વધુ રિસ્પોન્સ મળશે તો અમે આ પાયલોટ પ્રોજેક્ટને પરમેનન્ટ પ્રોજેક્ટ તરીકે પણ શરુ કરીશું...રવિ તેજા વાસમ શેટ્ટી(પોલીસ વડા, ગાંધીનગર)
- Operation Clean : સુરત પોલીસની રેકોર્ડ બ્રેક કામગીરી, 10 દિવસમાં કેટલા ગુનેગારોને ઝડપી પાડ્યા જૂઓ...
- 'સેવા સુરક્ષા શાંતિ' સૂત્રને સાર્થક કરતી પોલીસની સરાહનીય કામગીરી પર કરીએ એક નજર