ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં રવિવારે એકસાથે 9 કેસ કોરોના પોઝિટિવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ઔડા દ્વારા જાસપુર ગામમાં વોટર ટેંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આ કર્મચારીઓ ફરજ બજાવતા હતા. ત્યારે શનિવારે એક જ દિવસમાં કલોલમાં 8 કેસ સામે આવ્યા હતા.
ગાંધીનગરના જાસપુર વોટર ટેન્કના 9 કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - ઔડા દ્વારા વોટર ટેંક
કલોલ તાલુકાના જાસપુરમાં ઔડા દ્વારા વોટર ટેંક બનાવવામાં આવી છે. જ્યાં નોકરી કરતા 9 લોકોના કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં 6 લોકો કલોલ, 1 ગાંધીનગર અને 2 અમદાવાદના રહેવાસી છે.
ગાંધીનગરના જાસપુર વોટર ટેન્કના 9 કર્મચારીને કોરોના, જેમાં 6 કલોલના, 1 ગાંધીનગરનો અને 2 અમદાવાદના
જ્યાં તેના બીજા દિવસે એટલે કે રવિવારે 6 કેસ સામે આવ્યા છે. જેમાં 5 લોકો જાસપુર ગામમાં જ રહે છે, જ્યારે એક વ્યક્તિ કલોલમાં રહે છે, આ તમામ લોકો પુરુષ છે અને 22થી 30 વર્ષ વચ્ચેના હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિ ગાંધીનગર શહેરના સેક્ટર 5cનો હોવાનું સામે આવી છે તે ઉપરાંત અન્ય બે વ્યક્તિ અમદાવાદના રહેવાસી છે. ત્યારે ગાંધીનગરનો કુલ આંકડો 125 ઉપર પહોંચ્યો છે.