ગાંધીનગર : રાજ્યમાં કરોડો રૂપિયાના કૌભાંડ થતા આવ્યા છે, ત્યારે આજે ગાંધીનગર જિલ્લા કલેકટરે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે, ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર એસ.કે. લાંઘાએ નિવૃત્તિ બાદ કલેકટર તરીકેની સહી કરીને બિનખેડૂતને ખેડૂત અને ખોટા દસ્તાવેજને સાચા દસ્તાવેજ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
કોણે કરી ફરિયાદ :ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લંઘાએ કરેલા કૌભાંડ બાબતે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુજબ રાજકોટના બાંદરા ગામના ધૈવત ધ્રુવ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંઘાએ પોતાને સત્તા દરમિયાન પોતાનો મતાનો ઉપયોગ કરીને પોતાના તેમજ જે તે વખતના તત્કાલીન ચીટનીશ, આરએસી અને તેમના મળતિયાઓ આર્થિક ફાયદા માટે રોજગારો સાથે મળી પૂર્વ આયોજિત કાવતો રજી જમીનના ખોટા એને હુકમો કરી સરકારમાં પડવાનું થતું પ્રીમિયમ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કર્યું છે.
નિવૃત્ત થયા બાદ દસ્તાવેજ પર સહી : જ્યારે બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવી તેમજ નવી શરતની જમીનને જૂની શરત તેમજ ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા ઉપયોગ કરી પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજ પર સહી કરી હોવાની ફરિયાદ લેખિતમાં નોંધાવી છે. આમ નિવૃત આઈ એસ અધિકારી એસ.કે લાંગાની તેમજ તેમના પરિવારજનોના નામે અભણ મિલકત હોવા નહીં ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. હાલ ધૈવત ધ્રુવ પોતે ગાંધીનગર કલેકટર કચેરીમાં ચીટનીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
17 મહિના સુધી કલેકટર તરીકે બજાવી ફરિયાદ :ગાંધીનગર કલેકટર તરીકે એસ.કે.લાંઘાએ ગાંધીનગરમાં 06 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 સુધી કાર્યરત રહ્યા હતા. જેમાં ફરિયાદ મુજબ એસ.કે. લાંઘા પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહેસુલના નિર્ણય કરવામાં આવ્યા હતા. જે બાબતે ખાતાકીય રાહે તાપસ કરવામાં આવી હતી. જેમાં ખાતાકીય તાપસ કરી પૂર્ણ કર્યા બાદ તાપસ અધિકારી વિનય વ્યાસાએ લેખિતમાં પૂર્વ કલેકટર, ચિટનીશ અને RAC વિરુદ્ધ પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી.