ગાંધીનગર જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનમાં સેક્ટર 21, સેક્ટર 7, ઇન્ફોસિટી, પેથાપુર, અડાલજ, દહેગામ, ચિલોડા, ડભોડા, રખિયાલ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 97 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના 97 પોલીસ કર્મચારીઓની બદલીનો જિલ્લા પોલીસ વડાનો હુકમ
ગાંધીનગરઃ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 97 પોલીસ કર્મચારીઓની બદલીનું ફરમાન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લામાં રથયાત્રા અને રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થતાં બદલીઓ કરવામા આવી છે. તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા આદેશ કરી દેવાયો છે.
gandhinagar
થોડા સમય પહેલા પણ 100 જેટલા પોલીસ કર્મચારીઓને બદલી કરવામાં આવી હતી. વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે મહત્વની ગણાતી રાજ્યસભાની ચૂંટણી અને જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી નીકળતી રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થયા બાદ બદલી કરવામાં આવી છે. શનિવારે તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આદેશ કરાયો છે.