ગુજરાત

gujarat

ETV Bharat / state

સત્યમેવ જયતે ! 9 માસની બાળકી પર બળાત્કાર કરનારને ગાંધીનગર કોર્ટે આકરી સજા ફટકારી - દહેગામ પોલીસ સ્ટેશન

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં વર્ષ 2022 માં પાંચ બાળકના પિતા એવા આરોપીએ માત્ર 9 માસની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે ગાંધીનગર કોર્ટ બળાત્કારના આરોપીને કડક સજા ફટકારી છે. ઉલ્લેખનિય છે કે, સમાજમાં દાખલો બેસે અને અન્ય કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલા હજાર વાર વિચારે તે માટે આરોપીને આકરી સજા કરવામાં આવી છે.

Gandhinagar court
Gandhinagar court

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 9:19 PM IST

ગાંધીનગર :દેશમાં નાની બાળકી પર દુષ્કર્મ થયાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. ન્યાયતંત્ર દ્વારા આવા અપરાધીઓને સખતમાં સખત સજા આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગર કોર્ટ દ્વારા 9 માસની બાળકી પર બળાત્કાર કરનાર આરોપીને આકરી સજા ફટકારી છે. નરાધમ આરોપીને આજીવન કેદ અને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે.

નરાધમ આરોપી : આ અંગે મળતી માહિતી અનુસાર આરોપી લાલજીરામ સૂરજરામ રવિદાસ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વિરપુર ગામના બજરંગ સ્ટીલ સેન્ટરની લેબર કોલોની ખાતે રહેતો હતો. આરોપી મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. દહેગામમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 24 ઓક્ટોબર 2022 ના રોજ 8:30 કલાકે આરોપી માત્ર 9 માસ અને 16 દિવસની બાળકીને રમાડવાના બહાને રામ બજરંગ સ્ટીલ સેન્ટરની લેબર કોલોનીના બીજા માળે પોતાના રૂમમાં લઈ ગયો હતો.

બાળકી પર બળાત્કાર ગુજાર્યો : આરોપીએ બાળકી સાથે જાતીય સતામણી કરી હતી. આ દરમિયાન બાળકનો રડવાનો અવાજ આવતા બાળકીના માતા-પિતા રૂમ ઉપર દોડી આવ્યા હતા. ત્યારે આરોપીએ આવેશમાં આવી જઈને આવું કામ કર્યા હોવાનું તેના માતા-પિતાને જણાવ્યું હતું. ત્યારબાદ બાળકીના માતા પિતા પહેલા બાળકીને ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. આ મામલે ગાંધીનગર દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

પાંચ બાળકનો પિતા છે આરોપી : આ કેસ મામલે ગાંધીનગર કોર્ટમાં સરકારી વકીલ એસ. એસ. પંડ્યાએ રજૂઆત કરી હતી કે, આરોપી લાલજીરામ સૂરજરામ રવિદાસ પરિણીત અને અને પાંચ બાળકનો પિતા છે. ત્યારે નાની બાળકીને હવસનો શિકાર બનાવી ગંભીર પ્રકારનો ગુનો કર્યો હતો. આવા ગુનામાં આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તો સમાજમાં આવા પ્રકારના ગુના કરતા લોકો ગભરાય. ઉપરાંત આવા ગુના ન બને તે માટે સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને કડકમાં કડક સજા આપવી જોઈએ.

કોર્ટનો ચુકાદો :ગાંધીનગર કોર્ટ દ્વારા આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરોપી દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા IPC સેક્શન 363 A અને B મુજબ આપવામાં આવી છે. ઉપરાંત ભોગ બનનાર બાળકીને 6 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

  1. સરકારની પીછેહઠ ! સરકારે 6000થી વધુ TRB જવાનને છૂટા કરવાનો નિર્ણય કર્યો મોકૂફ
  2. Promotion of DySP as SP : સરકારે 2 DySP ને SP તરીકે બઢતી આપી, જાણો કોણ છે આ જાંબાજ અધિકારીઓ

ABOUT THE AUTHOR

...view details