- ગાંધીનગર કોર્ટે આસારામના જામીન ફગાવ્યા
- પત્નીના ઓપરેશન માટે માંગ્યા હતા જામીન
- આસારામના સંતાન દેખરેખ રાખશેના નિર્ણય સાથે જામીન ફગાવ્યા
ગાંધીનગર : દુષ્પ્રેરણાનો આરોપી આસારામ હાલ રાજસ્થાનની જેલમાં છે. આસારામે વકીલ મારફતે ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ ગાંધીનગર કોર્ટે કારણ સાથે આસારામની અરજી ફગાવી દીધી હતી. જેમાં હવે આસારામની સૂચનાથી આગામી દિવસોમાં વકીલ દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવશે.
પત્નીના ઓપરેશન માટે માંગ્યા હતા જામીન
આસારામબાપુના વકીલ સંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આસારામના પત્નીની બાયપાસ સર્જરી માટે જામીન માગવામાં આવ્યા હતા, પરંતુ ગાંધીનગર કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જ્યારે કોર્ટ દ્વારા એવું પણ આગળ કરવામાં આવ્યું કે, દીકરો નારાયણ સાઈ અને દીકરી ભારતી દેખભાળ કરશે, તેવી ટકોર કરીને આસારામના જામીન ફગાવાયામાં આવ્યા છે.
ગાંધીનગર કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી આસારામની સૂચના અને ચર્ચા કરીને હાઇકોર્ટમાં જામીન અરજી કરાશે
ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામની જામીન અરજી ફગાવી બાદ આસારામના વકીલ સંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શનિવારે ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામની જામીન અરજી ફગાવી છે. ત્યારે હવે આસારામ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ હાઇકોર્ટમાં જામીન અરજી ફાઇલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આસારામ અત્યારે દુષ્પ્રેરણાના કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે. ત્યારે શનિવારે ગાંધીનગર કોર્ટમાં જમીન અરજી કરવામાં આવી હતી. જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે, ત્યારે હવે ક્યારે હાઇકોર્ટમાં અરજી થશે તે જોવું રહ્યું.