ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar CMO: કોરોનાના કેસ વધતા બેઠકનો ધમધમાટ શરૂ, મોકડ્રીલ કરવા મુખ્યપ્રધાનના આદેશ - Gandhinagar coronavirus case

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસે સતત કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે હવે આળસ ખંખેરીને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કોરોનાની પરિસ્થિતિનો ખરો ત્યાગ મેળવવા માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પોઝિટિવ દર્દીના જીનમ સિક્વન્સી કરવાની કામગીરી અને એપ્રિલ મહિનાની 10 અને 11 તારીખના રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલ કરવાના આદેશ પણ આપ્યા છે.

કોરોના કેસ વધતાં સીએમ ભુપેન્દ્ર પટેલની સમીક્ષા
કોરોના કેસ વધતાં સીએમ ભુપેન્દ્ર પટેલની સમીક્ષા

By

Published : Mar 31, 2023, 10:30 AM IST

ગાંધીનગર:કોરોનાના કેસો વધતાની સાથે હવે સરકાર પણ ચિંતામાં આવી ગઇ છે. સરકારને મોડે મોડે પણ ભાન આવી ખરી કે રાજયમાં કોરોનાની સ્થિતી ખરાબ થવા લાગી છે. જેના કારણે મુખ્યપ્રધાનએ તાબડતોડ મીટીંગ કરી હતી. હોસ્પિટલમાં મોકડ્રિલ કેન્દ્ર સરકાર દ્વારા 27 ડિસેમ્બરે દેશભરના તમામ સરકારી સિવિલ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં મોક ડ્રિલ યોજી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં એપ્રિલ મહિનાની 10 અને 11 તારીખે ફરીથી મોક ડ્રિલ કરવાનું આયોજન રાજ્ય સરકારે દ્વારા તમામ જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મોક ડ્રિલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચકાસણી કરવામાં આવશે: ઉલ્લેખનીય છે કે તે સમયે પણ મોક ડ્રિલ કરી હતી. ત્યારે હવે ફરીથી ત્રણ મહિના બાદ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની કેપેસિટી તમામ મશીનરી કામગીરી બરાબર કરે છે કે નહીં તે પણ ખાસ જોવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ , માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો Gandhinagar Crime News : બ્રિજકુમાર યાદવને ગેરકાયદે વિદેશ મોકલવા ખોટા દસ્તાવેજ બનાવાયાં, બે આરોપીની ધરપકડ

દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ:જીનોમ સિકવન પર નજર ગુજરાતમાં જેટલા પણ પોઝિટિવ કેસ આવે છે. તેનું લેબોરેટરીમાં જીનોમ સિક્વન્સ કરવામાં આવી રહ્યું છે. કોઈ નવા વાયરસથી તો આ કેસમાં સતત વધારો થઈ રહ્યો તો નથી. તેની પણ સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષ કરવા મળેલી બેઠકમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે. ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન 268 ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમજ કોવિડ -19 પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે.

બેઠકમાં વિગતો:હોસ્પિટલમાં દર્દીની સંખ્યા ઓછી આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હોસ્પિટલાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ 3% કરતાં ઓછું છે અને મૃત્યુદર પણ નહિવત છે. કોવિડ-19 કેસોનું દૈનિક ધોરણે એનાલિસિસ કરીને આરોગ્ય વિભાગ રોગ અટકાયતના પગલા પણ ત્વરાએ લે છે તેની આ બેઠકમાં વિગતો આપવામાં આવી હતી.

આ પણ વાંચો Gandhinagar News : CMની સૂચનાનું પાલન કરતી GMC, તમામ ઓફિસમાં વીજ બચાવો સર્ક્યુલર કરાયો જાહેર

કેસમાં સતત વધારો:સરકાર કરશે ફરી પ્રજાલક્ષી જાહેરાત કોરોના ના કપરા કાળમાં રાજ્ય સરકાર દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવતી હતી. ત્યારે હવે જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જાહેર સ્થળોએ થૂંકવા નહીં જેવી બાબતોની પણ લોકજાગૃતિ કેળવવા બાબતનો નિર્ણય પણ આપ બેઠકમાં કરવામાં આવ્યો છે. સાથે જ કોરોના સામે ગભરાટ કે ડર વિના સાવચેતી સલામતી રાખવા માટે પણ લોકોને ફરીથી જાગૃત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details