અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની સીઝનની શરૂઆત થઈ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ વાવાઝોડું કે કરા પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના પગલે મુખ્યપ્રધાન દ્વારા ગાંધીનગરથી તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી યોગ્ય સૂચનો આપ્યા હતા. આ વિડિયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવ પંકજ જોશી મહેસૂલના અધિક મુખ્ય સચિવ કમલ દયાની તેમજ અન્ય સચિવ પણ હાજર રહ્યા હતા.
નુકશાનનો સર્વે કરવાનું સૂચના નુકશાનની વિગતો મેળવવી: રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં થયેલા રવિ પાકોની ગુણવત્તાના નુકસાન સહિત ઉનાળુ પાક અને ફળોના નુકસાનની વિગતો મેળવી હતી. જે પગલે જરૂરી સૂચનો પણ આપ્યા હતા. જેમાં ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાતમાં ભારે પ્રમાણમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે.
નુકશાનનો સર્વે કરવાનું સૂચના Somnath News: અમિત શાહે સોમનાથ એપનું લોકાર્પણ અને આરોગ્યધામની કરી જાહેરાત, જાણો શું છે નવું
નુકશાનનો સર્વે કરવાનું સૂચના:મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ જે તે સંબંધિત જિલ્લા કલેકટરોને પણ તેમના જિલ્લામાં ખેતીવાડીમાં થયેલ નુકસાનને પ્રાથમિક સર્વે કરાવવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. વધૂમા જણાવ્યું હતું કે આ સર્વેમાં કોઈને પણ અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમ અનુસાર ચુકવણી માટેની કાર્યવાહી કરવાની જરૂરી છે. કલેકટર દ્વારા પણ પોતાના જિલ્લામાં પાકના નુકસાન સહિતની નુકસાનીનો સર્વે માટે ટીમ કાર્ય કરી દેવામાં આવી છે અને વિસ્તૃત વિગતો પણ આપવા જણાવવામાં આવ્યું છે.
નુકશાનનો સર્વે કરવાનું સૂચના Saurashtra Tamil Sangam: ગુજરાતમાં 17 થી 26 એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ
કલેકટર સૂચના:વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાની જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે. તેની સામે પાક રક્ષણ સહિતનું પહેલાથી જ આયોજન જિલ્લા સ્તરે કલેકટર દ્વારા કરવાનું રહેશે. આ ઉપરાંત માનવ મૃત્યુ કે પશુને જાનહાનિ ન થાય તે માટે પણ સતર્ક રહીને સલામતીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના 27 જિલ્લાઓના 111 તાલુકામાં એક મિલીમીટર થી 47 મિમી વરસાદ નોંધાયો છે જેમાં મુખ્યત્વે 18 જિલ્લાના 33 તાલુકામાં એવા છે કે જ્યાં 10 મીમી થી પણ વધુ વરસાદ પડે છે જ્યારે 5 માર્ચથી 9 માર્ચ દરમિયાન 27 જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.