ગુજરાત

gujarat

ETV Bharat / state

બેદરકાર તંત્ર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટીબીના દર્દી સાથે... - letest news in Gandhinagar

ગાંધીનગરઃ રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દીઓથી ઊભરાઈ રહી છે. પરંતુ સિવિલ હોસ્પિટલની ક્ષમતા તો માત્ર 650 દર્દીઓની છે તો તંત્ર તેની સામે હાલમાં 700 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાં ટીબીના દર્દીઓ જોડે સામાન્ય દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે. તેને લઈને દર્દીઓમાં ક્યાંકને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે.

gandhinagar

By

Published : Nov 8, 2019, 3:54 PM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી બિલ્ડિંગમાં ટીબી વિભાગ કાર્યરત છે. જ્યાં 12 જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે, ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા બેદરકારી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ટીબીના દર્દીઓ જોડે સામાન્ય દર્દીઓને રાખવામાં આવતા તેમણે ચેપ લાગવાનું જોખમ જોવા મળી રહ્યું છે.

સામાન્ય તાવ બીમારી દર્દીઓ

ટીબી નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવતું હોય છે, ત્યારે ટીબીના દર્દી જોડે રહેવાથી ચેપ લાગવાના કારણે અન્ય વ્યક્તિને પણ ટીબી થઈ શકે છે. તેવા સૂચનો શહેરોમાં લગાવવામાં આવતા હોય તેવા સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ દર્દીઓ સાથે ખિલવાડ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

સામાન્ય તાવ બીમારી

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતિ લાખાણીએ કહ્યું કે, જે દર્દીઓને રાખવામાં આવ્યા છે તે દર્દીઓ સામાન્ય તાવ બીમારીના છે. પરંતુ, જેમની સાથે રાખવામાં આવ્યા છે. તે પણ ટીબીના પોઝિટિવ દર્દીઓ નથી. પરિણામે તેમની સાથે દર્દીઓ રાખવામાં કોઈ તકલીફ નથી. હાલમાં સિવિલ હોસ્પિટલની કેપેસિટી કરતા વધારે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સ્ટાફની અને જગ્યાની અસુવિધા હોવાના કારણે આ પ્રકારે વ્યવસ્થા કરવી પડતી હોય છે. તેના ભાગરૂપે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. દર્દીઓને સલામતી અને સુરક્ષા અમારા દ્વારા પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details