દેવાયત પંડિતની કહેવતો સાબિતી આપતી હોય તેમ પશ્ચિમી સંસ્કૃતિનો પવન સમગ્ર દેશને તેની લપેટમાં લઇ લીધો છે. ગાંધીનગર શહેરમાં એક જનેતાએ લાંછન લગાવ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે આવેલા બસ સ્ટેન્ડના પાછળના ભાગે અધુરા મહિને જન્મેલ હાલતમાં મૃત ભ્રૂણ મળી આવ્યું હતું.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રૂણ - etv bharat news
ગાંધીનગર: સિવિલ હોસ્પિટલ પાસે આવેલા બસ સ્ટેન્ડ પાછળના ભાગેથી રવિવારના સવારે મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું હતું. જે ઓછા મહિને જન્મેલી સ્થિતીમાં જોવા મળતું હતું. આ ઘટનાની જાણ થતાં શહેરીજનોએ તેને ગાંધીનગર સિવિલમાં લઇ ગયા હતા, પરંતુ ઘટનાની મૃત ભ્રૂણને નાખી જનારી જનેતાને લાંછન લાગ્યું હતું. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.
ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના દરવાજા પાસથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રુણ
રાહદારીઓએ આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. આ બનાવની જાણ થતાં લોકોએ જનેતા ઉપર ફિટકાર વરસાવ્યો હતો. સંતાન મળવું એ ઈશ્વરની કૃપા છે. મૃત હાલતમાં જનેતાને નાંખી જનારી માતા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Aug 4, 2019, 5:19 PM IST