કલોલમાં કોલેરાનો કહેર, 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત કરાયો જાહેર, 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ ગાંધીનગર :ગાંધીનગરના કલોલ તાલુકાના કસ્બા વિસ્તારને કલેકટર દ્વારા કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં 10થી વધુ કોલેરાના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે કલોલના 2 કિલોમીટરના અમુક વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાકમાં 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થાય ત્યારે કોલેરા જેવા રોગ માથુ ઊંચકે છે.
ડી એકેડેમી એક્ટ 1897ની કલમ 2 મળેલ સત્તાના રૂવે કલોલના જુમ્મા મસ્જિદ, મટવા કુવા, બાંગ્લાદેશી છાપરા, અંજુમન વાડી વિસ્તાર, પાર્ક શહીદ, કલોલ નગરપાલિકાનો 2 kmનો વિસ્તારને કોલેરા ટ્રસ્ટ તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જ્યારે આ વિસ્તાર એક માસ સુધી કોલેરા ગ્રસ્ત જાહેર રહેશે. કલેક્ટરી નિવેદન આપ્યું હતું કેસ ગઈકાલે બે કેસ કોલેરાના સામે આવ્યા હતા ત્યારે જ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને જે વિસ્તારમાં કેસ મળી આવ્યા છે તે માટે સર્વેન્સ માટેની ટીમો ઉતારવામાં આવી છે- હિતેશ કોયા (જિલ્લા કલેકટર ગાંધીનગર)
પાણીમાં પ્રોબ્લેમ : સર્વેન્સ બાદ બીજા 11 જેટલા સસ્પેક્ટેડ કેસ મળ્યા છે અને તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પાણી પ્રદૂષિત ક્યાંથી થયું છે. તે શોધવા માટે પણ ટીમો કાર્યરત છે. ગઈકાલે સાંજથી જ પીવાના પાણીનું સપ્લાય બંધ કરવામાં આવ્યું છે અને ટેન્કરના મારફતે પીવાનું પાણી આપવામાં આવી રહ્યા છે. બે ત્રણ જગ્યાએ લીકેજ મળ્યું છે તે પણ રીપેર કરવામાં આવી રહ્યું છે અને પીવાના પાણીમાં પણ દવા નાખીને પાણી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે.
પીવાનું પાણી ગટરનું પાણી મિક્સ થયું :કલોલના જે વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો છે, તે વિસ્તારમાંથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી કલોલ વિસ્તારમાં ડહોળું પાણી આવવાની ફરિયાદ હતી, પાઇપલાઇનના ભંગાર થવાની કારણે ગટરનું પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં જતું હોવાનું બહાર આવ્યું હતું. તે સમારકામ થાય તે પહેલા જ 10થી વધુ જેટલા કોલેરોના દર્દીઓ મળી આવતા દોડધામ મચી જવા પામી છે. મટવાકુવા, બાંગ્લાદેશી, છાપરા હિન્દુસ્તાન બાળીશતા પાર્ક અને મસ્જિદ આસપાસના વિસ્તારમાં કોલેરાના દર્દીઓ જોવા મળ્યા છે. આ જાહેરનામું 1 મહિના સુધી અમલવારી રહેશે.
ગત વર્ષને કોલેરાથી મૃત્યુ : ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કલોલ રેલ્વે લાઈનના પૂર્વ વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. જેમાં પિતા પુત્ર અને બાળકના મૃત્યુ થયા હતા. જેથી આ વર્ષે આવી ઘટના ન બને તે માટે આગમચેતીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયાએ કલોલના 2 કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્તનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
પેથાપુરમાં ઝાડા ઉલ્ટીના કેસો આવ્યા સામે :હજુ ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ છે, પણ વરસાદ હજુ નોંધાયો નથી, ત્યારે ગાંધીનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, આમ કલોલ નગરપાલિકામાં કોલેરા બાદ ગાંધીનગર શહેરના પેથાપુર વિસ્તારમાં તાવ, ઝાડા, ઉલટીના 20 જેટલા કેસ નોંધાતા ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- Amreli News : ચલાલામાં ગંદા પાણીના વિતરણથી ધારાસભ્યના સસરા નારાજ
- UTI in Men: આ રોગ અંગોને નુકસાન થવાનું જોખમ વધારે છે