જો કે નવાઈની વાત તો એ છે કે, ગાંધીનગરની સ્થાપના સમયે જે લોકોએ ફાળો આપ્યો હતો તે લોકોને આજદિન સુધી પણ ન્યાય મળ્યો નથી. 12 ગામોના 2382 ખેડુતની જમીન પર પાટનગરની સ્થાપના કરવામાં આવી હતી. ખેડુતોની 10,500 એક્ટર ખેતીની જમીન તથા 5000 એકર ગૌચર-ખરાબાની જમીનના ઉપયોગ બાદ ગાંધીનગરની સ્થાપના થઈ છે.
ગાંધીનગરની સ્થાપનાનાં 54 વર્ષ પૂર્ણ થતા, કરવામાં આવી ઉજવણી - સ્થાપના દિવસ
ગાંધીનગર: સુમસામ ભસતાં અને આંધીનગરથી ઓળખાતા ગાંધીનગરમાં સરકારે એક સમયે પાણીના ભાવે લોકોને જમીનો આપી હતી. છતાં અહીં કોઇ રહેવા તૈયાર થતું નહોતું. ગાંધીનગરની સુરત અને શક્લ બદલાઇ ગઇ છે. આજે જમીનોના કરોડો લેખે ભાવ ઉપજી રહ્યા છે. ત્યારે 2 ઓગસ્ટ 1965ના રોજ પાટનગર તરીકે ગાંઘીનગરની સ્થાપના થઇ હતી. જેમાં પ્રથમ ઈંટ GEBના ગેસ્ટ હાઉસના નિર્માણ માટે મુકાઇ હતી. જે GEBમાં આજે પણ સ્થાનિક સંસ્થા સહિતના કર્માચારીઓ દ્વારા કેક કાપીને ગાંધીનગરના જન્મદિવસ નિમિતે કેક કાપીને ઉજવણી કરી હતી.
જે ખેડુતોએ પોતાની જમીન આપી હતી. તે પૈકીના અનેક ખેડુતોને સરકાર દ્વારા હજુ પણ મદદ કે સહાય પુરી પાડવામાં આવી નથી. ત્યારે પ્રજા માટે ચિંતિત સરકારની વાતો સામે સવાલો ઊભા થાય છે. બીજી તરફ ગાંધીનગરનો આજે હરિયાળી માટે 10મો નંબર છે. ત્યારે વધુ વૃક્ષોનું વાવેતર થાય તેમજ ટ્રાન્સ્પોર્ટેશનની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય તેમ પાટનગરની સ્થાપના સમયે સાક્ષી રહેલા વૃદ્ધો કહી રહ્યાં છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે હાજરી આપી હતી. જિલ્લા કલેક્ટરે કહ્યું કે, વૃક્ષોનું વાવેતર કરી અને ફરીથી રાજ્યના પાટનગર ગાંધીનગરને હરિયાળું બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.