ગુજરાત

gujarat

ETV Bharat / state

કેડિલાનો સુપરવાઇઝર, LICના કર્મચારી સહિત જિલ્લામાં 20 કોરોના પોઝિટિવ, 2ના મોત - Number of COVID-19 patient in ghandhinagr

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે છે. ત્યારે આજે સોમવારે પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 20 કેસ સામે આવ્યા છે. જેમાં શહેર વિસ્તારમાં 4 અને ગ્રામ્ય વિસ્તારમાં 16 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે.

ETV bharat
ગાંધીનગર : કેડિલાનો સુપરવાઇઝર, LICના કર્મચારી સહિત જિલ્લામાં 20 પોઝિટિવ કેસ, 2 મોત

By

Published : Jul 6, 2020, 9:59 PM IST

ગાંધીનગર: ગાંધીનગર શહેરમાં આજે 4 કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટર 7 બીમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. જે 10 દિવસ અગાઉ અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. સેક્ટર 22 વાસ્તુ નિર્માણ સોસાયટીમાં રહેતો 31 વર્ષીય યુવક ઝાયડસ કેડિલામા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તે પોઝિટિવ આવ્યો છે. સેક્ટર 3a ન્યૂમા રહેતો 40 વર્ષીય યુવક અમદાવાદના બાવળામાં એલઆઇસી ઓફિસમાં ફરજ બજાવે છે. જ્યારે ટ્રેક્ટર 29માં 30 વર્ષીય યુવતી અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હતી તે સંક્રમિત થઇ છે.

ગાંધીનગર તાલુકામાં 6, માણસા તાલુકામાં 5, દહેગામ તાલુકામાં 1 અને કલોલ તાલુકામાં 4 સહિત 16 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં અડાલજ ગામમાં 47 વર્ષીય પુરૂષ, ઝુંડાલ ગામમાં 24 વર્ષીય યુવાન, સુધડ ગામમાં 41 વર્ષીય યુવાન, સરગાસણ ગામમાં 34 વર્ષીય યુવાન, ખોરજ ગામમાં 54 વર્ષીય આધેડ અને પેથાપુર ગામમાં 72 વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે.

માણસા તાલુકામાં અમરાપુર ગામમાં 65 વર્ષીય મહિલા, પરબતપુરા ગામમાં 82 વર્ષીય પુરૂષ અને માણસા શહેરમાં 51 વર્ષીય, 48 વર્ષીય અને 26 વર્ષીય પુરૂષને તથા દહેગામ શહેરમાં 26 વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. કલોલ તાલુકામાં ચાંદીસણા ગામામાં 71 વર્ષીય પુરૂષ, નાદરી ગામમાં 44 વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં 39 વર્ષીય અને 67 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વઘુ 13 દર્દીઓ કોરોના સામેના જંગમાં જીત મેળવતા તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ કલોલની પાર્કિસન ડીસીસ, થાઇરોઇડની બિમારી ઘરાવતા 65 વર્ષીય મહિલા અને હાઇપર ટેન્શનની બિમારી ઘરાવતી 75 વર્ષીય મહિલાનું આજે મૃત્યુ થયું છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 535 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં 116 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 371 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 40 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જિલ્લામાં 16302 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 16260 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન, 8 વ્યક્તિઓને સરકારી ફેસીલીટી કોરોન્ટાઇન અને 34 વ્યક્તિઓને ખાનગી ફેસીલીટી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details