જાનવી દીપકભાઈ જયસ્વાલ નામની વિદ્યાર્થીની દ્વારા માટીના ગણપતિ બનાવીને એક નવો ચીલો ચીતરવામાં આવ્યો છે. જાનવીના જણાવ્યા અનુસાર ગણપતિ ભગવાનને 10 દિવસ પુજા અર્ચન કર્યા બાદ ભક્તો મૂર્તિને નદીમાં પધરાવી ને નદીને દુષિત કરે છે. ત્યારે અમે દસમા દિવસે તેમને નદીમાં નહીં પધરાવતા પોતાના ઘરમાં જ આંગણામાં વિસર્જન કરીશું.
ગાંધીનગરમાં આર્કિટેકની વિદ્યાર્થીનીએ બનાવ્યાં માટીના ગણપતિ - કોબા
ગાંધીનગરઃ જિલ્લા પાસે આવેલા કોબા ગામ ખાતે આર્કિટેક વિદ્યાર્થીની જાનવી જયસ્વાલ દ્વારા માટીના ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ દ્વારા પર્યાવરણના જતન માટે એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આર્કિટેકની વિદ્યાર્થીનીએ બનાવ્યાં માટીના ગણપતિ
તદુપરાંત જાનવીએ જણાવ્યું હતું, કે ગણપતીદાદાની આ માટીમાં જ આંબાનું ઝાડ રોપવામાં આવશે, જેથી આંબામાં આવેલ કેરી રૂપે આજીવન ગણપતિનું ફળ અમને પ્રાપ્ત થતું રહેશે.