ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર અમદાવાદ વચ્ચે 15 ઇલેક્ટ્રિક બસ દોડાવાશેઃ આર.સી.ફળદુ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરને સાંકળતી વિકાસ સેવા ઇન-હાઉસ તૈયાર કરવામાં આવેલી 25 બસને આજે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે આર.સી.ફળદુએ કહ્યું કે, 1971થી ગાંધીનગર ડેપો ખાતે અમદાવાદ સાથે સાંકળવામાં આવી હતી. જ્યારે એશિયામાં સૌથી મોટા ડેપો ખાતે બોડી બનાવવામાં આવી છે. ત્યારે આ માત્ર બે શહેરોને જોડવા માટેની સેવા નથી. પરંતુ છેવાડાના ગામડાના લોકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના 99 ટકા લોકો બસ સેવાથી જોડાયા છે.

gandhinagar

By

Published : Feb 5, 2019, 2:14 PM IST

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મોટી સંખ્યામાં કર્મચારીઓ અપડાઉન કરે છે. તમામ લોકો સરકારની એસ.ટી. બસનો ઉપયોગ કરે છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 84 પોઇન્ટ સંચાલન થાય છે. જેમાં 121 શિડ્યુઅલ, 41 હજાર કિ.મી, 1008 ટ્રીપ, 141 રૂટ અને 153 પોઇન્ટનો સમાવેશ થાય છે. વિકાસ રૂટ દિવસ દરનિયાન 82 ટ્રીપનું સંચાલન કરે છે. જેમાં 1500 વિદ્યાર્થી પાસ, 4 હજાર મુસાફરોનો સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાના પ્રધાન ઇન હાઉસ 1001 બસનું કામ પૂર્ણ કરવામાં આવશે. દરરોજ છ અને માસિક 170 બસની બોડી બનાવવા આવી રહી છે.

વીડિયો જોવા માટે અહી ક્લિક કરો

વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે, ચાલુ વર્ષે 1619 સુપર એક્સપ્રેસ અને સેમી લક્ઝરી તથા 500 બસ મળી 2119 સંચાલન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. નરોડા વર્કશોપમાં બસ બોડીની કામગીરી માટે જરૂરી મશીનરી સહિત કર્મચારીઓની સેફટી માટેના જરૂરી સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. જે સૌ પ્રથમ વખત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે કરવામાં આવ્યા હતા અને પાસ થયેલા છે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે 15 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. અમારા નિગમ દ્વારા સૌથી સારી કામગીરી કરવામાં આવી રહી છે તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં સામાન્ય બનાવોને બાદ કરતાં સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે નવી બસોને લીલીઝંડી આપતા કહ્યું કે, આ તમામ સંપતિ પોતાની માલિકીની છે દરેક મુસાફર અને પોતાની સમજે અને તેની માવજત કરે.

એસ.ટી. બસના અકસ્માતો ઓછા થાય તેને લઈને ડ્રાઈવરોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. જ્યારે બોડીના સામાન પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તકલાદી સામાન વાપરવામાં આવતો હતો. પરિણામે અકસ્માત થાય તો બસનો ભુક્કો બોલી જતો હતો. કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચની માંગ કરવામાં આવી રહી છે. તેને લઈને કહ્યું કે કર્મચારીઓની તમામ પ્રકારની સમસ્યાઓનો સરળતાથી ઉકેલ આવે તેના માટે કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ કરવામાં આવશે. અમારા દ્વારા પગાર પંચનું કામ પૂરું કરવામાં આવશે. પરંતુ નાણા વિભાગ પાસે ફાઇલ મુકવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details