ગુજરાત

gujarat

ETV Bharat / state

Exclusive: 17 મે પછી રેડ ઝોન અને કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય ગુજરાત ફરી દોડતું થશે

કોરોના વાઇરસથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. 22 માર્ચથી પ્રથમ લોકડાઉન આપ્યા બાદ ફરી ત્રીજું લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેનો સમય 17 મે ના દિવસે પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ ફરીથી લોકડાઉનની જરૂર છે કે નહીં તે બાબતે આજે પીએમ મોદીએ રાજ્યના તમામ સીએમ સાથે વીડિયો કોંફરન્સ યોજીને સમીક્ષા કરી હતી, જેમાં ગુજરાત રાજ્યમાં 17 મે બાદ લગભગ લોકડાઉન પૂર્ણ થશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

By

Published : May 11, 2020, 11:38 PM IST

Updated : May 12, 2020, 3:01 PM IST

17 મે
17 મે

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોંફરન્સ યોજ્યા બાદ ગુજરાતની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 17 મે ના રોજ ગુજરાતમાં લોક ડાઉન થઈ પૂર્ણ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે, જ્યારે ગુજરાતમાં આર્થિક ગતિવિધિ રાબેતા મુજબ થાય તે બાબતે રાજ્ય સરકાર દ્રારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જે બાબતે કેન્દ્રને પણ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના જે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ સિવાયના તમામ વિસ્તારમાં સરકાર લોક ડાઉન પુર્ણ કરશે તેવી પણ શક્યતાઓ દર્શવવામાં આવી રહી છે.

ગાંધીનગર : 17મે પછી રેડ ઝોન અને કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય ગુજરાત થશે ફરી દોડતું

ઉલ્લેખનીય છે કે 17 મે સુધીમાં રાજ્યમાં અનેક કન્ટેનમેન્ટ વિસ્તારમાં અને રેડ ઝોન વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવશે. જેના ઉપર સરકાર ફરી ચર્ચા વિચારણા કરીને રોડ ઝોનમાં લોકડાઉન યથાવત રાખી શકે છે. જો કે રાજ્યના તમામ ગામડાઓ ફરીથી ધમધમતા થાય તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

જ્યારે સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યાં છે, ત્યારે ગુજરાતના મહત્વના શહેરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં લોકડાઉન ખોલવામાં નહી આવે પણ સાથે જે આંશિક રાહતો આપવામાં આવશે.

Last Updated : May 12, 2020, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details