અમદાવાદ :ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ 1લી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટીંગ આજે ગાંધીનગરમાં શરૂ થઈ હતી. જેમાં ભારતના વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી કે મિશ્રાએ જણાવ્યું હતું કે, G20 પ્લેટફોર્મ વિશ્વને કલ્પનાશક્તિનો ઉપયોગ કરવાની અને આપત્તિના જોખમની સમસ્યાને ઉકેલવા માટે નવીન રીતો શોધવાની અનોખી તક આપે છે. ગાંધીનગર ખાતે ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ 1લી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ મીટિંગના ઉદ્ઘાટન કર્યું છે.
જબરદસ્ત સંકલ્પ દર્શાવ્યો :ડૉ. મિશ્રાએ જણાવ્યું હતું કે, આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કમાં ઓળખવામાં આવેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. ગુજરાતમાં આપત્તિના જોખમ ઘટાડવાની કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજવામાં આવે તે યોગ્ય છે, કારણ કે રાજ્યનો ઇતિહાસ છે કે આપત્તિઓ બાદ અનેક સંસ્થાકીય અને ગવર્નન્સ ઇનોવેશન લાવવા માટે માત્ર બહેતર નિર્માણ કરવાનો જબરદસ્ત સંકલ્પ દર્શાવ્યો છે.
ભારત નવીનમાં રોકાણ : ઉદ્ઘાટન સમારોહને સંબોધતા કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે સૌપ્રથમ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપની બેઠકમાં પ્રતિનિધિઓ અને આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું. તેમાં કહ્યું કે ભારત નવીન ટેકનોલોજી અને ડિઝાસ્ટર રિઝિલિયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોકાણ કરી રહ્યું છે. તેમણે આપત્તિઓનું સંચાલન કરવાના ગુજરાતના અનુભવ અને આપત્તિઓ પછી વધુ સારી રીતે પાછું બાંધવા માટેની વ્યૂહરચના સાથેના તેના સફળ પ્રયોગો પર પ્રકાશ પાડ્યો હતો.
પાંચ મુખ્ય અગ્રતા ક્ષેત્રો : G20 મીટિંગના પ્રથમ દિવસે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપના પાંચ મુખ્ય અગ્રતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ્સનું વૈશ્વિક કવરેજ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સને આપત્તિ-સ્થિતિસ્થાપક બનાવવા પ્રત્યેની પ્રતિબદ્ધતામાં વધારો, DRR માટે મજબૂત રાષ્ટ્રીય નાણાકીય માળખું, મજબૂત રાષ્ટ્રીય અને વૈશ્વિક આપત્તિ પ્રતિભાવ પ્રણાલીઓ અને DRR માટે ઇકોસિસ્ટમ-આધારિત અભિગમોનો વધારોનો સમાવેશ થાય છે.