ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટના પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયાનો ઉપનિષદ ભાવ ગ્લોબલ સમિટના હેલ્થ એન્ડ વેલબીઈંગ ફોર ઓલના ભાવ સાથે સુસંગત અને ઉપયુક્ત છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાની ઉપસ્થિતિ :ટ્રેેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટમાં વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના વડા ડોક્ટર ટેડ્રોસ અધનોમ ગેબ્રિયેસસ ઉપસ્થિત રહ્યાં છે. તેમ જ કેન્દ્રીય આરોગ્યપ્રદાન મનસુખ માંડવીયા, કેન્દ્રીય આયુષ પ્રધાન સર્વાનંદ સોનોવાલ, કેંદ્રીય આયુષ રાજ્ય પ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરા, ભૂટાનના આરોગ્યપ્રધાન કુ. લ્યોંપો દશો દેચેન વાંગ્મો, ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, WHOના રિજનલ ડિરેક્ટર્સ ડૉ. પૂનમ ખેત્રપાલ, ડૉ. વિવિઆન તાતિઆના અને ડૉ. હંસ ક્લુગેની ઉપસ્થિતિમાં સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિશ્વના દેશોના આરોગ્યપ્રધાનો બેઠકમાં ઉપસ્થિત આયુર્વેદ જ્ઞાનની સમૃદ્ધ વિરાસત : ટ્રેેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ મળવાના અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌને યાદ કરાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને ‘વસુધૈવ કુટુંબકમ’ વિચારધારા વિશ્વને આપી છે. એટલું જ નહીં, આ સંસ્કૃતિ હંમેશા સમગ્ર માનવ જાતિના કલ્યાણ અને સારા સ્વાસ્થ્યની પણ કામના કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ માનવ જાતના સારા સ્વાસ્થ્ય માટે ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અને આયુર્વેદ જ્ઞાનની સમૃદ્ધ વિરાસત દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરી છે.
વડાપ્રધાન વિશ્વની પીડા ઓછી કરવા માટે પ્રતિબદ્ધ : આરોગ્ય વિશે સામે આવતી સમસ્યાઓના સંદર્ભમાં વડાપ્રધાન વિશ્વની પીડા ઓછી કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે 21મી સદીના ભારતના અનુભવો તથા જ્ઞાન વિશ્વ સાથે શેર કરીને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. જ્યારે વિશ્વ આખું કોરોના મહામારીના ભયના ઓથારમાં હતું ત્યારે વડાપ્રધાન મોદીએ આયુષ-આયુર્વેદ સેક્ટરને વિકસિત કરીને આયુર્વેદીક ઉકાળા, દવાઓ અને અન્ય ઉત્પાદનોથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મોટું પ્રદાન કરેલું છે. કોરોના પછી દુનિયાભરમાં આયુર્વેદ દવાઓ અને ઉત્પાદનોની માંગ વધી ગઈ છે અને પારંપરિક ચિકિત્સાની સદીઓ જૂની ભારતીય પદ્ધતિઓ આજે આરોગ્ય રક્ષા ક્ષેત્રે રાહબર બની છે.
ITRAની સિદ્ધિ જણાવાઇ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે જરાતમાં WHOના ટ્રેડિશનલ મેડિસિન માટેના ગ્લોબલ સેન્ટરની સ્થાપના માટે જામનગરને વડાપ્રધાન મોદીની પ્રેરણાથી પસંદ કરવામાં આવ્યું છે. ત્યારે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ-ITRA જામનગરમાં કાર્યરત થતાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે. વિશ્વ સ્તરીય હેલ્થ કેર સંસ્થાના રૂપમાં અગ્રેસર આ ITRAમાં 14 વિભાગો અને NABL માન્યતા પ્રાપ્ત 6 પ્રયોગશાળાઓ કાર્યરત છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દ્વારા આયુર્વેદ, યુનાની, હોમિયોપેથી તથા યોગને વૈશ્વિક મંચ પર લઈ જવા આયુષ વિઝા અને આયુષ માર્કની ઘોષણા કરવામાં આવેલી છે.
ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન્સની સંભાવનાઓ : આયુર્વેદ ચિકિત્સા અને ઉત્પાદનોને મહત્વ અપાવાના પરિણામે આયુષ મંત્રાલય દર વર્ષે ધનવંતરિ જયંતિને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે આયુષ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન્સની અસિમિત સંભાવનાઓની વિસ્તૃત વિગતો આપતા ઉમેર્યું કે, પોષક તત્વો હોય, દવાઓની સપ્લાય ચેઈનનું મેનેજમેન્ટ હોય કે આયુષ આધારિત ડાયાગ્નોસ્ટીક ટુલ્સ કે ટેલિમેડિસિન દરેક સેક્ટરમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટને અવકાશ છે. આવનારા વર્ષોમાં આયુષ સેવાઓનું વિકસતા દેશો સાથે આદાનપ્રદાન પણ હીલ ઇન ઇન્ડિયા હીલ બાય ઇન્ડિયા પોલીસી અન્વયે થશે તેમ પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
17 થી 19 ઓગસ્ટ દરમિયાન યોજાઈ છે સમિટ : ભારતના વડપણમાં યોજાઇ રહેલી G20 શિખર પરિષદ અન્વયે આરોગ્યપ્રધાનોની બેઠકના ભાગરૂપે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ વિષયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આ સૌપ્રથમ સમિટ ગાંધીનગરમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન યોજાઈ છે. જેમાં ‘તમામ માટે સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ’ ની થીમ સાથે આયોજિત આ સમિટમાં સ્વાસ્થ્ય સામેના પડકારોનું સમાધાન કરવા અને વૈશ્વિક સ્વાસ્થ્ય અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં પ્રગતિને વેગ આપવા માટે આ પરંપરાગત, પ્રશંસાત્મક અને સંકલિત ચિકિત્સાની ભૂમિકા પર સામૂહિક વિચાર મંથન થવાનું છે.
- AYUSH Visa : આયુષ વિઝા લોન્ચ થશે, BAMS ડોક્ટર વિદેશમાં સારવાર કરશે, વિદેશીઓ ભારતમાં સારવાર મેળવી શકશે
- Dr. Tedros Ghebreyesus India Visit : WHO વડા આદરજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાતે
- Medical Tourism In India : ભારત મેડિકલ ટુરિઝમ માટે પોર્ટલ શરૂ કરશે, વિદેશી નાગરિકોને ભારતમાં સારવાર મળશે : લવ અગ્રવાલ