ગાંધીનગર શહેરના સેક્ટર 11 સ્થિત જિલ્લા ન્યાયાલયમાં સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથના હસ્તે ઉદઘાટન કરાયું હતુ. સાક્ષી જુબાની કેન્દ્રમાં કોઈપણ ગુનાનો ભોગ બનનાર બાળક અને આરોપી જુબાની વખતે સામસામે ન આવે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરનું આ કેન્દ્ર રાજ્યનું ચોથું છે. કેન્દ્રમાં બાળકો માટે અલાયદો રૂમ તૈયાર કરવામાં આવે છે. જેમાં ચોકલેટ રમકડાં ખાણીપીણી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગાંધીનગર ન્યાયાલયમાં રાજ્યના ચોથા સંવેદનશીલ સાક્ષીની જુબાની કેન્દ્રનો આરંભ - gandhinagarSupreme Court
ગાંધીનગર :રાજ્યમાં ગુનાઓ વધી રહ્યા છે, ગુનાઓમાં પણ લોહીનો સંબંધ ધરાવતા લોકો દ્વારા અપરાધ કરવાના કિસ્સાઓમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં બીપી બાળકોની નજર સામે અપરાધ કરાયો હોય છે. તેવા કિસ્સામાં બાળક અપરાધી સામે તેના ડરથી સાક્ષી બનતું નથી. તેવા કિસ્સામાં સમગ્ર રાજ્યમાં અગાઉ ત્રણ સંવેદનશીલ સાક્ષીની જુબાની કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. વધુ એક ગાંધીનગર જિલ્લા ન્યાયાલયમાં કેન્દ્રનો આજે આરંભ કરાયો હતો.
જ્યારે ઓડિયો જોડાં ધરાવતો અધ્યતન ટેકનીક વાળો આઈપી કેમેરો, વાયરલેસ હહેડ ફોન પણ સાઉન્ડ મિક્સર સિસ્ટમ જેવા ઉપકરણ પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહે કહ્યુ કે, રાજ્યની દરેક કોર્ટમાં જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ પ્રકારના જુબાની કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં જ્યુંડીશરીએ સારી ભૂમિકા ભજવી છે. અને તેના કારણે પાંચ લાખથી વધુ પડતર કેસોનો નિકાલ કરવામાં સફળતા મળી છે. જજોની પણ મર્યાદાઓ હોય છે પણ ગુજરાતમાં સારી કામગીરી થઈ રહી હોવાનો વિશ્વાસ સુપ્રીમકોર્ટના જસ્ટિસે વ્યક્ત કર્યો છે.