ગુજરાત

gujarat

ETV Bharat / state

MLA Chirag Patel: કોંગ્રેસ છોડતાની સાથે જ ચિરાગ પટેલે ઠાલવ્યો ઉગ્ર આક્રોશ, કહ્યું કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ દેશ વિરોધી - ચિરાગ પટેલનું ઈન્ટરવ્યૂ

કોંગ્રેસ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ આજે કોંગ્રેસ પક્ષમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે, રાજીનામું આપ્યા બાદ ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાના રાજીનામાનું કારણ આપતા કોંગ્રેસ પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યો હતા.

ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત
ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 2:58 PM IST

Updated : Dec 19, 2023, 4:09 PM IST

ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત

ગાંધીનગર : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ આજે કોંગ્રેસ પક્ષમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને લેખિતમાં રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ દેશ વિરોધી વિચારધારા સાથે ચાલી રહ્યા છે, અને મારા વિસ્તારના લોકોએ આ વિચારધારા સાથે નહીં પરંતુ વિકાસની વિચારધારા સાથે રહેવાનું સૂચન કર્યું હતું એટલે જ મેં કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસની કામ કરવાની પદ્ધત્તિ દેશ વિરોધી: કોંગ્રેસ પક્ષમાંથી 2022 ની ચૂંટણીમાં વિજયી બનેલા ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું બાદ નિવેદન આપ્યું હતુ કે, આજે હું મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે, જાહેર જનતાનો હું આભાર માની રહ્યો છું, તેમના આશીર્વાદ થી ધારાસભ્ય બન્યો હતો, પરંતુ કોંગ્રેસની કામ કરવાની પદ્ધત્તિ છે તે દેશ વિરોધી છે. દેશ આપનો ઊંચાઈ પર પહોંચી રહ્યો હતો, વિશ્વની ત્રીજી મહાસત્તા તરફ જઈ રહ્યો હતો સાથે 140 કરોડ લોકોની શ્રધ્ધા શ્રી રામ માં જોડાયેલી છે, અયોધ્યામાં મંદિર નિર્માણ પામ્યું હોય 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમના થવાના હોય આખા દેશના લોકો આજ વાત કરતા હોય ત્યારે કોંગ્રેસની લિડરશીપ ભગવાન રામ મુદ્દે એક પણ શબ્દ ઉચ્ચારવા તૈયાર ન હોય , 370 કલમ હટાવ્યા પછી કોંગ્રેસે વિરોધ કર્યો, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા પણ સુપ્રીમ કોર્ટે મહોર મારી છે, ત્યારે મારા વિસ્તારના લોકોની લાગણી ને ઠેસ પહોંચી છે, ત્યારે મારા વિસ્તાર ના લોકો સાથે મંથન કરતા હતા અને મને સલાહ આપી કે, કોંગ્રેસને અલવિદા કરી દો અને મે રાજીનામું આપી દીધું છે. પેટા ચૂંટણી લડવા માટે મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે તે રીતે આગળ વધીશ. તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવવા માટે તારીખ નક્કી નથી

કોંગ્રેસની પ્રતિક્રિયા: ખંભાતમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, આ રાજીનામું લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ગુજરાતની પ્રજાએ 156ની બેઠક સાથે ભાજપને હાથમાં સોંપી છે, સમાજના હક અને અધિકાર માટે કોંગ્રેસે લડવાનું કામ કર્યું છે. ત્યારે ભાજપ પક્ષ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહી છે. પરંતુ કોંગ્રેસ કોઈ દિવસ આવું નથી કર્યું આમ રાજકીય લોભ લાલચ આપીને આવું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો હતો.

  1. Ex. MLA from Khambhat Chirag Patel : કોંગ્રેસ પક્ષના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું
  2. આજે ફરી હોબાળો કરવાના કારણે લોકસભામાંથી 49 અને રાજ્યસભામાંથી 8 સાંસદ સસ્પેન્ડ
Last Updated : Dec 19, 2023, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details