ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાએ ઘણા મોટા નેતાઓને પણ ભરડામાં લીધા છે, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, તેઓ 95 વર્ષની ઉંમરે પણ કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દસ દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી.
પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે કોરોનાને હરાવ્યો, રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા - કોરોના ન્યુઝ
ગુજરાતમાં કોરોનાએ ઘણા મોટા નેતાઓને પણ ભરડામાં લીધા છે, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, તેઓ 95 વર્ષની ઉંમરે પણ કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દસ દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી.
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે, રાજ્યમાં રોજના 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. કેશુભાઈ પટેલના સાથે રહેતા ત્રણ કર્મચારીઓ સંક્રમિત થયા બાદ પોતે પણ સંક્રમિત થયા હતા. ત્યારબાદ સ્થાનિક ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે સૂચન કરાયું હતું. જેને લઇને તેઓને અમદાવાદની ખાનગી હોસ્પટલમાં દાખલ કરવાાં આવ્યા હતા.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતો. કેશુભાઈએ 95 વર્ષની ઉંમરે કોરોનાને મ્હાત આપી છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.