પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં 50 લાખ લોકો સર્પ દંશના ભોગ બને છે. ભારતમાં 11 હજાર લોકો ભોગ બને છે. સમગ્ર વિશ્વમાં 3500 પ્રકારની સાપની જાતી જોવા મળે છે. ભારતમાં 300 પ્રકારની જાતી જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં 52 પ્રકારની જાતી જોવા મળી રહી છે. સાપ મોટા ભાગે પહાડી, અને ટ્રાઇબલ વિસ્તારમાં જોવા મળે છે. પહેલા સાપ કરડે તો તેને મારી નાખવામાં આવતો હતો પરંતુ અન્ય જીવોનું રક્ષણ થાય તે માટે આ પ્રકારના જાગૃતિ સેમિનાર યોજવા ખૂબ જ જરૂરી છે, વન્ય જીવોનું રક્ષણ કરવાથી વાઘ અને સિંહ જેવી જાતિઓમાં વધારો થયો છે. ત્યારે વન વિભાગના અધિકારીઓને પણ બિરદાવ્યા હતા.
ગાંધીનગરમાં સર્પ દંશ પર જાગૃતિ સેમિનાર યોજાયો - officials awareness seminar
ગાંધીનગરઃ અક્ષરધામ પાસે આવેલા વન પર્યાવરણ સંશોધન કચેરીમાં સર્પ દંશ પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વનપ્રધાન હાજર રહ્યા હતા. દેશ અને દુનિયામાં સર્પદંશથી મોત વિષય પર એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશમાં વર્ષે 11 હજાર લોકોના સર્પ દંશથી મૃત્યુ થાય છે. વિશ્વમાં દર વર્ષે 50 હજાર કેસ બને છે, જેમા 70 ટકા માત્ર એશિયન દેશમાં બને છે.
ધરમપુરમાં સર્જન તરીકે સેવા આપતા અને 14000 સર્પદંશના કેસમાં મોતના મુખમાંથી બચાવનાર ડી સી પટેલે કહ્યું કે, પહેલા સર્પદંશ થાય તો લોકો ભૂવા પાસે જતા હતા. પરંતુ હવે નાગરિકો જાગૃત થયા છે. પરિણામે સર્પદંશ થાય તો પહેલા હોસ્પિટલમાં દર્દીને લઇ જવામાં આવે છે. તેમની ટીમ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સર્પદંશની પ્રેઝેન્ટેશન કરીને આ અંગે માહીતી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમા ધરમપુર ખાતે વિશ્વકક્ષાની સર્પદંશ અંગેનું રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરવામાં આવશે. આ ઇન્સ્ટિટયૂટમા સાપના ઝેરનું પણ દવાઓ બનાવીને વેચાણ કરવામાં આવશે. ભારતમાં ચેન્નઇમાં એક માત્ર આ પ્રકારની ઇન્સ્ટીટ્યુટ આવેલ છે. ગુજરાત ફોરેસ્ટ ફાઉન્ડેશ દ્વારા ગાંધીનગર ખાતે સર્પદંશ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. સંજીવ ત્યાગી, મદદનીશ વન સંરક્ષક નર્મતા ઇટાલીયન ડૉ. ડી.સી પટેલ સહિતના અધિકારીઓ અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.