ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના શિક્ષણ પ્રધાને 29 વર્ષે માતા અને પૌત્રીના હસ્તે મિઠાઈ ખાધી - Bhupendra Singh's ban for 29 years

ગાંધીનગરઃ સ્વર્ણિમ સંકુલ એકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની એક માત્ર ઓફીસ એવી છે કે જ્યાં તેમને મળવા આવનાર તમામ મુલાકાતીઓનું મીઠું મોઢું બારે માસ કરવામાં આવે છે. પરંતુ મીઠું મોઢું કરાવનાર ભુપેન્દ્રસિંહ જ રામ મંદિર માટે છેલ્લા 29 વર્ષેથી પોતાનું મોઢું મીઠું કર્યું નથી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે જ ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 29 વર્ષે જૂની બાધા પૂર્ણ થઈ છે. માતા અને પૌત્રીનાં હસ્તે મીઠાઈ ખાઇને માનતા પુરી કરી હતી

bhupendrasinh chudasma

By

Published : Nov 11, 2019, 9:46 PM IST

Updated : Nov 12, 2019, 10:41 AM IST

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષે 1990માં અયોધ્યામાં રામ મંદિર બને તે માટે મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તે બાધા હવે પૂર્ણ થઈ છે. ભુપેન્દ્રસિંહે તેમના 92 વર્ષના માતા કમળાબાના હસ્તે 29 વર્ષ બાદ મીઠાઈ ખાઈને આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમના દીકરાની દીકરી ચિરંજીવી યશોધરાએ પણ મીઠાઇ ખવડાવી હતી. 16મી સદીથી અયોધ્યામાં રામ મંદિરનો વિવાદ હવે પૂર્ણ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા જજમેન્ટની સાથે અયોધ્યામાં રામ મંદિર બને તે માટે પોતાનો નિર્ણય આપી દીધો છે.

રાજ્યના શિક્ષણ પ્રધાને 29 વર્ષે માતા અને પૌત્રીના હસ્તે મિઠાઈ ખાધી

જે અંતર્ગત છેલ્લા 29 વર્ષેથી ભુપેન્દ્રસિંહ કોઈ પણ જાતની મીઠાઈ ખાતા નથી. જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી 25 સપ્ટેમ્બર 1990 માં રથયાત્રા નીકળવામાં આવી હતી. ત્યારે તે યાત્રામાં હું પણ સામેલ થયો હતો. મેં ભગવાન ની બાધા રાખી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ ખાઈશ નહીં .આજે 29 વર્ષે બાદ મારી બાધા પૂર્ણ થઈ છે. અયોધ્યા જવાની ઇચ્છા વ્યકત કરી હતી.

Last Updated : Nov 12, 2019, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details