ગાંધીનગરમાં તહેવારમાં ફૂડ વિભાગ તૈયાર વેપારીઓ જો અશુદ્ધ વસ્તુઓ વેચશે તો થશે દંડ - Gandhinagar
ગાંધીનગરઃ શ્રાવણ મહિનાની શરૂઆતથી રાજ્યમાં તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાળી સુધી જુદા જુદા તહેવારોના વેપારીઓ દ્વારા ભેળસેળ કરીને વધુ નફો કરવાની લાલચમાં શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરતા હોવાને કારણે રાજ્યના ફૂડ વિભાગ દ્વારા તમામ જિલ્લાના ફૂડ ઇન્સ્પેકટરોને ખાસ સૂચના આપવાની સાથે જ તમામ જિલ્લાઓ અને તમામ કોર્પોરેશનના હેલ્થ વિભાગને પણ કડક સૂચના આપવામાં આવી હતી.

તહેવારમાં ફૂડ વિભાગ તૈયાર : વેપારીઓ જો અશુદ્ધ વસ્તુઓ વેચશે તો દંડાશે
આ બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર એચ.જી. કોશિયાએ જણાવ્યુ હતું કે, સોમવારે રાજ્યના તમામ ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ગત વર્ષે શ્રાવણ મહિનામાં ઉપવાસમાં વાપરવામાં આવતા મટરીયલ્સમાં પણ ઘઉંનો લોટ મિક્ષ કરતા હોવાનુ સામે આવ્યુ હતુ. જો આવુ આ વર્ષે પણ સામે આવશે તો તેવા વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તહેવારમાં ફૂડ વિભાગ તૈયાર : વેપારીઓ જો અશુદ્ધ વસ્તુઓ વેચશે તો દંડાશે