ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવાત નીકળી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેન્ટીન સીલ કરશે? - latestgujaratinews

ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવાત નીકળી હતી. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી નાગરિકો ગૃહની કામગીરી જોવા આવતા હોય છે. જેમની જમવાની વ્યવસ્થા પણ અહીંની કેન્ટીનમાં કરવામાં આવે છે. પરંતુ કેન્ટીનમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળ્યું છે. સ્વચ્છ ભારતની વાતો કરતી સરકારનો વહીવટ જે ગુજરાત વિધાનસભામાંથી થાય છે, તે કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળતા હવે સવાલ એ થાય છે કે, શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેન્ટીનને તાળું મારશે? મુખ્યપ્રધાન કેન્ટીનનો કોન્ટ્રાક્ટ સારી કામગીરી કરતી એજન્સીને સોંપશે કે કેમ તે સવાલ થઇ રહ્યો છે.

etv bharat
etv bharat

By

Published : Mar 2, 2020, 8:19 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં આજે એક નાગરિક રોટલી શાક સહિતનું ભોજન આરોગી રહ્યો હતો. તે દરમિયાન તેમાં પીરસવામાં આવેલી દાળમાંથી જીવડું નીકળ્યું હતું. જેને લઇને કેન્ટીનના કોન્ટ્રાક્ટરે પણ જીવડું નીકળી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. બીજી તરફ સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરતી સરકારની નજર સામે જ ગંદકી જોવા મળી રહી છે. વિધાનસભાની કેન્ટીનમાં ખૂણેખૂણામાં ગંદકીના થર જોવા મળી રહ્યાં છે.

વિધાનસભા કેન્ટીનનો કોન્ટ્રાકટ થોડા સમય પહેલા જ બદલવામાં આવ્યો છે. પરંતુ કેન્ટીનમાં જમવા માટે આવનારા તમામ કર્મચારીઓ કેન્ટીનના ભોજનને લઈને હંમેશા બુમ પાડી રહ્યાં છે. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહ જોવા આવનારા લોકો અહીં ભોજન કરતા હોય છે. તેવા સમયે લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોય તેવી લાગણી લોકોમાં જોવા મળી છે. જે મતદારો ધારાસભ્યોને ચૂંટીને મોકલે છે તે, પદાધિકારીઓ હવે પોતાના મતવિસ્તારના નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાને રોકવામાં સફળ રહેશે કે કેમ? એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, વિધાનસભાની કેન્ટીન ઉચ્ચ અધિકારી દ્વારા ભાગીદારીમાં ચલાવવામાં આવી રહી છે. જેેથી કેન્ટીનના સંચાલકને કોઈનો ડર નથી.

વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળ્યું

ABOUT THE AUTHOR

...view details