ગુજરાત

gujarat

ETV Bharat / state

Monsoon 2022: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો - ચોમાસાની એન્ટ્રી

ગુજરાતમાં ચોમાસાની આગમન(Five days rain forecast in Gujarat) થઈ ગયું છે. અમદાવાદ સહિત રાજ્યમાં તમામ જિલ્લાના તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ (Gujarat Meteorological Department )દ્વારા સૌરાષ્ટ્ર સહિતના 27 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon 2022: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
Monsoon 2022: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

By

Published : Jun 13, 2022, 5:36 PM IST

ગાંધીનગર:ગુજરાતમાંચોમાસાનું સત્તાવાર આગમન(Five days rain forecast in Gujarat) થઈ ગયું છે. રવિવારે સાંજે અમદાવાદ સહિત રાજ્યમાં તમામ જિલ્લાના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ (Gujarat Meteorological Department )દ્વારા સૌરાષ્ટ્ર સહિતના 27 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ (Monsoon 2022 )પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો તે જાણો.

આ પણ વાંચોઃભગવાન જગન્નાથજીની જળયાત્રાના એક દિવસ પહેલાં મેઘરાજાએ આ રીતે કર્યો જળાભિષેક

13 જૂન પાછલા 24 કલાકમાં વરસાદના આંકડા

જિલ્લા વરસાદ (MM)
જૂનાગઢ 43
અમદાવાદ 12
રાજકોટ 8
ગાંધીનગર 01
અમરેલી 34
વડોદરા 20
મહીસાગર 76
દાહોદ 07
મોરબી 02
નર્મદા 14
સુરત 10

આ પણ વાંચોઃRainfall in Narmada : ગુજરાતના આ ગામમાં સિઝનનો પહેલો વરસાદ બન્યો કાળ

હજુ 4 દિવસ વરસાદની આગાહી -હવામાન વિભાગ (Gujarat Meteorological Department )દ્વારા આગામી ચાર દિવસમાં વરસાદની આગાહી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આજે સ્ટેટ ડિઝાસ્ટરના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વરસાદ બાબતે રાજ્ય સરકારની કેવી તૈયારીઓ છે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં (Monsoon 2022 )આવી હતી. ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલા રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારએ પણ એરફોર્સ નેવી અને આર્મીનાના અધિકારીઓ સહિત મહત્વના તમામ વિભાગો સાથે પ્રિમોન્સુન કામગીરી બાબતે પણ સમીક્ષા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details