પાટનગર ને મળ્યા પ્રથમ મહિલા MLA ગાંધીનગર પ્રધાનમંત્રી હમેશા મહિલાઓને માન આપતા આવ્યા છે અને વધુને વધુ મહિલાઓનેસ્થાન મળે ધારાસભ્યમાં તેવું આહવાન કરતા આવ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાને મળ્યા પ્રથમ મહિલા ધારાસભ્ય(First woman MLA Gandhinagar) મળ્યા છે. કહેવાય છે કે મહિલાઓ સારું મેનેજમેન્ટ કરી શકે છે તે જોતા રીટાબેન પટેલ પણ ગાંધીનગરને સારી રીતે અને પોતાની જવાબદારી નિભાવશે તેવું કહી શકાય.
ભાજપનો ભગવો લહેરાયો વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસનો સફાયોકરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારરીતા પ્રધાન તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહએ એડીનું જોર લગાવી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર પાસે પાંચ બેઠકો જીત માટેની આહવાન કર્યું હતું. ત્યારે પરિણામમાં પાંચે પાંચ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આ વખતે પ્રથમ વખત ગાંધીનગર જિલ્લાને પ્રથમ મહિલા ધારાસભ્ય પ્રાપ્ત થયા છે. જેમણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકેની પણ જવાબદારી નિભાવી હતી.
પ્રથમ મહિલા ધારાસભ્ય ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપરથી ભાજપ પક્ષે રીટાબેન પટેલની ટિકિટ આપી હતી કેમકે રીટાબેન પટેલ ગાંધીનગર ની જવાબદારી સંભાળી હતી. ત્યારે તેઓને પ્રથમ વખત ટિકિટ આપવામાં આવી હતી. 25 હજારથી વધુની લીડથી રીટાબેન પટેલે ગાંધીનગર ઉત્તર બેઠક પર બાજી મારી છે. અને આ જીત બદલ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ યુવાનો કાર્યકર્તાઓ અને લોકોએ મને વિધાનસભાની ચૂંટણીમાં પ્રેમ આપ્યો છે અને તેમના કારણથી નજર મેં આ વિધાનસભા બેઠક પર જીત મેળવી છે.
ચૂંટણી દરમિયાન અનેક આક્ષેપોગુજરાતી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર તરીકે એ રીટાબેન પટેલ અને તેમના પતિ કેતન પટેલને બંટી અને બબલી તરીકે સંબોધવામાં આવતા હતા. અને કોર્પોરેશનમાં કર્યા હોવાની પત્રિકા પણ પત્તી કરી હતી. ત્યારે આ બાબતે પણ etv ભારતે રીતાબેન પટેલને સવાલ કર્યો હતો ત્યારે રીટામિન પટેલ etv ને સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે વિપક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ખોટો પ્રચાર કરવામાં આવતો હતો અને વિપક્ષનું કામ જ છે પ્રતિ આક્ષેપ કરવા એ વિપક્ષ ની આદત જ છે.
આપવામાં આવશે મહત્વગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રીટાબેન પટેલે તરીકેની પણ જવાબદારી સંભાળી છે પરંતુ હવે તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ત્યારે મહત્વના પ્રશ્ન બાબતે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં રીટાબેન પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને પોતાની જમીનના પડતર પ્રશ્નો છે અને પડતર પ્રશ્નોને લઈને ખેડૂતો અનેક વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તમામ ખેડૂતોના જેટલા પણ પ્રકારના પડતર પ્રશ્નો હશે તે તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં જરૂર પડતી એવી તમામ સુવિધાઓ અને આંતર માળખાકીય સુવિધાઓમાં પણ વધારો સુધારો કરવામાં આવશે.