ગુજરાત

gujarat

ETV Bharat / state

શિવરાજપુર બિચના પ્રથમ ફેઝનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે, ટેન્ટ સિટીની સુવિધાઓ આપવામાં આવશે

ગુજરાતનો પ્રથમ અને એશિયાનો બીજા નંબરનો સૌથી શ્રેષ્ઠ બીચ એવા શિવરાજપુર બીજનો ફેસ વનનું કામ પૂર્ણ થવા આવ્યું (Shivrajpur Beach project nears completion) છે. આવનારા 7 મહિનાની અંદર ફર્સ્ટ ફેઝનો લોકાર્પણ પણ કરી દેવામાં આવશે. રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ટેન્ટ સિટી બનાવવાની શરૂઆત કરવામાં આવી (tent city facilities provided at Shivrajpur Beach) છે.

first-phase-of-shivrajpur-beach-project-nears-completion-tent-city-facilities-will-be-provided
first-phase-of-shivrajpur-beach-project-nears-completion-tent-city-facilities-will-be-provided

By

Published : Jan 4, 2023, 8:56 PM IST

Updated : Jan 4, 2023, 9:16 PM IST

ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષની અંદર વાત પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. દેશ વિદેશથી અને અન્ય રાજ્યમાંથી પણ ગુજરાતમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતનો પ્રથમ અને એશિયાનો બીજા નંબરનો સૌથી શ્રેષ્ઠ બીચ એવા શિવરાજપુર બીજનો ફેસ વનનું કામ પૂર્ણ થવા આવ્યું (Shivrajpur Beach project nears completion) છે. આવનારા 7 મહિનાની અંદર ફર્સ્ટ ફેઝનો લોકાર્પણ પણ કરી દેવામાં (Launch of the first phase project in 7 months) આવશે.

ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ:દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને વિકસાવવા માટે સરકાર હવે નવું આયોજન કરી રહ્યુ (tent city facilities provided at Shivrajpur Beach) છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુર બીચની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ 1600 કીલો મીટરનો દરિયાકીનારો ગુજરાત આસપાસ આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે હવે દરિયાઈ બીચ નો વિકાસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમ તો, ગુજરાતમાં માંડવી, ડુમ્મસ ,સોમનાથ અને ચોરવાડ વિસ્તારમાં આવેલા દરિયાઈ કાંઠે પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે પરંતુ હવે પ્રવાસીઓ માટે સુરક્ષિત માનવામાં આવતાં શિવરાજપુર બીચ ને વર્લ્ડ ક્લાસ બીચ બનાવવાનું કામ તેજ ગતિએ સરકાર આગળ ધપાવી રહી (tent city facilities provided at Shivrajpur Beach) છે.

શિવરાજપુર બીચની ખાસિયત:શિવરાજપુર બ્રિજની ખાસિયતની વાત કરીએ તો ક્રિસ્ટલ ક્લિયર પાણી, પોલ્યુશન ફ્રી દરિયાકાંઠો, જોગીંગ ટ્રેક, ચેન્જીંગ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધા, દરિયાઈ જીવ સૃષ્ટિનો ઉત્તમ નજારો, પ્રવાસીઓ માટે સુરક્ષિત દરિયાકાંઠો, વિશ્વના 76 બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ, એશિયાના બીજા બીચ તરીકે પસંદગી પામેલો બીચ, ગોવા પછીનો બીજો ગ્રીન ફીલ્ડ બીચ, ભારતના પ્રથમ બ્લુ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ મળ્યુ (tent city facilities provided at Shivrajpur Beach) છે.

પ્રવાસન સ્થળ તરીકે વિકાસ:ગુજરાતમાં શિવરાજપુર બીચ એક નવા પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. હાલની પરિસ્થિતિ મુજબ દ્વારકાના પોરબંદરમાં જે પ્રવાસીઓ આવે છે તે પ્રવાસીઓ શિવરાજપુર બીચની અવશ્ય મુલાકાત કરે છે પરંતુ ત્યાં પ્રવાસીઓને કોઈપણ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. આ પીચ ઉપર વધુમાં વધુ પ્રવાસીઓ આવે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ટેન્ટ સિટી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ ચરણની કામગીરી કરવા માટે રૂપિયા 200 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવી જાણકારી પ્રવાસન વિભાગના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી (tent city facilities provided at Shivrajpur Beach) છે.

આ પણ વાંચોરાજકોટમાં કચરામાંથી દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે

માધવપુર મેળાનું આયોજન:માધવપુર દરિયાકાંઠાનો વધુ વિકાસ થાય તેને ધ્યાનમાં લઈને ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 10 એપ્રિલ 2022 ના રોજ માધવપુર સાંસ્કૃતિક મેળાની શરૂઆત પણ કરવામાં આવી હતી. જ્યારે આ મેળો દસ દિવસ સુધી કાર્યરત હતો અને દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ પણ વાંચોરાજ્યમાં પાણીના સ્તર સુધારવા ચેકડેમનું સમારકામ, પાણીની ઘટ ન થાય એવું આયોજન

ગુજરાતના પ્રવાસન સ્થળોનો દેશમાં પ્રચાર:ગુજરાતના પ્રવાસન સ્થળોનો પ્રચાર દેશભરમાં થાય તે માટે દેશના 7 પ્રવાસન અને ધાર્મિક સ્થળ પર ગુજરાત પ્રવાસન વિભાગની બ્યુરો ઓફિસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે અત્યારે રાજ્યની બજાર 7 મોટા ધાર્મિક સ્થળોએ ગુજરાત પ્રવાસન વિભાગ ની ઓફીસ પણ કાર્યરત કરવામાં આવી છે. આ ઓફિસમાં ગુજરાતના ફરવા લાયક તમામ સ્થળોની માહિતી તથા જાણકારી આપતા મટિરિયલ રાખી લોકોને માહિતગાર કરવામાં આવશે. અયોધ્યા, વારાણસી, દહેરાદૂન, ભુવનેશ્વર, ઇન્દોર, ચંદીગઢ, નાગપુર ખાતે ઓફીસ કાર્યરત કરવામાં આવી છે.

Last Updated : Jan 4, 2023, 9:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details