ગુજરાત

gujarat

ETV Bharat / state

Natural Agriculture University: ગુજરાતની પહેલ, દેશમાં પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' બિલ સર્વ સંમતિથી પસાર - passed unanimously in the country

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' મહત્વની ભૂમિકા ભજવશે. દેશમાં પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' બિલ સર્વસંમતિથી પસાર થયું

દેશમાં પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' સર્વ સમંતીથી બિલ પસાર
દેશમાં પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' સર્વ સમંતીથી બિલ પસાર

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 9:20 AM IST

Updated : Sep 15, 2023, 11:31 AM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સભ્યોએ સર્વ સંમતિથી વિધાનસભા ગૃહમાં બિલ પસાર કર્યું હતું.

મહત્વની ભૂમિકા ભજવશે: રાજ્યમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' મહત્વની ભૂમિકા ભજવશે. ભારતની પ્રથમ 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી' શરૂ કરવાની ગુજરાતની આ આગવી પહેલ હોવાનું વિધાનસભા ગૃહમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલ જણાવ્યું હતું.

જમીનને બંજર અને બિન ઉપજાઉ થતા અટકાવશે: રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ બિલ બાબતે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, "પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધતા જમીન બિનઉપજાઉ બનતા અટકાવી શકાશે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી પર્યાવરણમાં મોટાપાયે પરિવર્તનો આવ્યા છે. પ્રાકૃતિક કૃષિના વ્યાપથી પર્યાવરણની જાળવણી અને તેનું સંરક્ષણ થશે.

7 વર્ષે વિચાર આવ્યો: કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ બિલ ઉપર નિવેદન આપ્યું હતું કે, "રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી ગયાના છ સાત વર્ષ પછી રાઘવજીને આ વિચાર આવ્યો છે. જ્યારે ધારાસભ્યોએ જાતે જ પ્રાકૃતિક ખેતી કરશે તો લોકોને અને ખેડૂતોને મેસેજ આપી શકાશે. પ્રાકૃતિક ખેતી સાથે ફુવારા પદ્ધતિથી પણ ખેતી કરનારને સો ટકા સબસીડી આપવી જોઈએ. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, " ગુજરાતમાં એક લાખ 70000 એકર જમીન હાલમાં બંજર બની છે. ગુજરાતમાં 40% સરફેસ વોટર પણ દૂષિત છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે જ પીવા અને કૃષિમાં આ પાણી વાપરવા લાયક ના હોવાની પણ ભૂતકાળમાં જાહેરાત કરી છે. એક

તમે ફક્ત નામ જ બદલવાનું કામ કરો છો: ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બિલ બાબતે નિવેદન આપ્યું હતું કે, તમે ફક્ત નામ બદલવાનું જ કામ કરો છો અને આ બિલમાં પણ તમે નામ જ બદલ્યું છે. ઉપરાંત ભૂતકાળમાં આ બિલના ત્રણ વખત નામ બદલવામાં આવ્યા છે. ભૂતકાળમાં મેં દરિયાકિનારો બચાવની યાત્રા શરૂ કરી હતી. જેમાં સુરતથી વલસાડ સુધીના વિસ્તારમાં હું બોટ લઈને ફર્યો હતો. જેમાં મેં જોયું કે ક્રિક વિસ્તારમાં ખૂબ જ કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠલવાતું હોવાનું પણ સામે આવ્યું હતું.

  1. Gandhinagar News: કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો, વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા
  2. Congress Janmanch: 8000 વિઘા જમીનો ટ્રસ્ટના નામેથી મળતીયાઓને આપવાનું ષડયંત્ર રચાયું છેઃ અમિત ચાવડા
Last Updated : Sep 15, 2023, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details