ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેગામના ભુતેશ્વરી ગામમાં શોર્ટ સર્કીટ થતાં 4 મકાન બળીને ખાખ - ગાંધીનગર

ગાંધીનગર: ભુતેશ્વરી ગામમાં આવેલ જુના મેડાવાળા મકાનમાં રહેતા નમનસિંહ તખસિંહના મકાનમાં સવારે શોર્ટ સર્કીટ થવાને કારણે તબેલામાં પશુઓ માટે ભરેલું ઘાસ સળગ્યું હતુ. જેનાથી ધૂમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતાં. જેને લઇને આજુ બાજુના લોકોએ આગને ઓલવવા માટેના પ્રયાસો કર્યા હતાં. પરંતુ મેડાવાળા લાકડાના મકાનો અને તેમાં પશુઓ માટેનું ઘાસ ભરેલું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાથી બાજુમાં આવેલા તેમના જ ભાઈઓના ચારે મકાનોમાં ઝડપથી આગ પ્રસરી ગઈ હતી.

Gandhinagar
Gandhinagar

By

Published : Dec 25, 2019, 2:41 PM IST

સ્થાનિક લોકો દ્વારા દહેગામ ખાતે આવેલા ફાયરબ્રિગેડનો ટેલીફોનિક સંપર્ક કરે તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મામલતદાર રાઠોડને ટેલીફોનિક વાત કરતા તેઓએ નગરપાલિકાની ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરતા 10 વાગે ફાયરની ટીમ પહોંચતા 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

ત્યારે ચારેય મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતાં. જેનાથી ચારે ભાઈઓના પશુઓ માટેના ઘાસ અને અનાજ, કપડાં જેવી ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. જેમા અંદાજે બે લાખ જેટલું નુકસાન થયાનું મકાન માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. સવારે લાગેલી આગને બપોર સુધી કાબૂમાં લેવામાં આવી હતી.

દહેગામના ભુતેશ્વરી ગામમાં શોર્ટ સર્કીટ થતાં 4 મકાન બળીને રાખ

આ ઘટનાને પગલે મામલતદાર, સર્કલ ઓફિસર, UGVCLના કર્મચારી, પોલીસ સ્થળ પર પહોચી ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે UGVCL (રૂલર)ના ડેપ્યુટી એન્જિનિયર એમ.આર. ભૂપટકરનો સંપર્ક કરવામાં આવતા તેઓએ માહિતી આપવા માટે આનાકાની કરી કહ્યું કે, તમે આવી રીતે ફોન કરીને મને કોઈ માહિતી પૂછી શકો નહિ તમારે પોલીસ સ્ટેશનમાંથી માહિતી મેળવવી જોઇએ, જેવા ઉદ્ધતાય ભર્યા જવાબો આપ્યાં હતાં.

તંત્ર આગના કારણથી અજાણ જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં પણ દહેગામ ખાતે આવેલી સોસાયટીમાં મકાન આગળથી વીજ લાઇન પસાર થઈ રહી હતી. તેને કારણે એક મજૂર કામ કરતો હતો તેનું મૃત્યુ થયું હતું. એટલે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તો તેની તપાસ UGVCL દ્વારા જ કરવાની હોય, પણ UGVCLનું તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details