- અતિવૃષ્ટીમાં સરકારે ૫૪૬ કરોડનું પેકેજ જાહેર કર્યું
- રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે
- આગામી સમયમાં મોટા પાયે થશે ભરતીઓ
- ૨.૮૦ લાખ ખેડૂતોને સહાય મળશે
ગાંધીનગર : રાજ્યના ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર, રાજ્ય સરકારે અતિવૃષ્ટિમાં 546 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. 2.80 લાખ ખેડૂતોને મળશે મહત્વનો લાભ. ચાર જિલ્લા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે. અરજી કરવાનો ખર્ચ રાજ્યની સરકાર ભોગવશે. રાજ્યમાં સરકારી ભરતીઓને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, મુખ્ય પ્રધાને દરેક વિભાગ પાસે માહિતી માગી છે. આગામી સમયમાં રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે. મહેસુલ વિભાગમાં કાલે તમામ કલેકટર અને ડીડીઓ સાથે વિડિઓ કોંફરન્સનું આયોજન પણ કરાશે.
૨.૮૦ લાખ ખેડૂતોને સહાય મળશે: જીતુ વાઘાણી
હાલ રાજ્ય સરકારે અતિવૃષ્ટીથી સૌથી વધુ અસરકારક એવા રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને જામનગર જિલ્લા માટે સહાયના પેકેજની જાહેરાત કરી છે. અને અન્ય જિલ્લાઓમાં પણ સર્વે બાદ સહાય ચૂકવાશે તેમ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું છે. જે ચાર જિલ્લા માટે રાહત પેકેજ જાહેર કર્યુ છે. ત્યાંના ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર વચ્ચે અરજી કરવાની રહેશે ખેડૂતોની અરજીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. વરસાદ બાદ સૌરાષ્ટ્ર સહિતનાં સાતથી આઠ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જેમા સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતોને 00 ટકા વ્યાજે લોન
રાજ્યના ખેડૂતોને સહકારી બેંક માંથી ઝીરો ટકા વ્યાજે લોન મળી રહે તે માટે રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. આમ ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે જે અંતર્ગત આ કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા નાણા વિભાગના સહયોગથી 500 કરોડનો આપવાનો નિર્ણય પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં મોટા પાયે થશે ભરતીઓ
રાજ્યમાં સરકારી ભરતીઓને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, મુખ્ય પ્રઘાન દરેક વિભાગ પાસે માહિતી માંગી છે. આગામી સમયમાં રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે. તેમજ હાલ પણ ભરતીઓની જાહેરાત થઈ રહી છે.