ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget 2023: ભાજપને 156 બેઠક જીતાડનારી પ્રજાની નજર હવે બજેટ પર - ધોલેરામાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક

રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈ વિધાનસભા ગૃહમાં 24મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટમાં શું નવું હશે અને કોના પર ભારણ આવશે? ઉપરાંત કયા સેક્ટરમાં વધુ જોગવાઈ કરાશે? શું પુરાંતવાળું બજેટ રજૂ થશે? જોઈએ ETV Bharatનો વિશેષ અહેવાલ.

Gujarat Budget 2023: ભાજપને 156 બેઠક જીતાડનારી પ્રજાની નજર હવે બજેટ પર
Gujarat Budget 2023: ભાજપને 156 બેઠક જીતાડનારી પ્રજાની નજર હવે બજેટ પર

By

Published : Feb 21, 2023, 6:48 PM IST

ગાંધીનગરઃકોરોનાના આકરા 2 વર્ષમાં પણ ગુજરાત સરકારે પૂરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષે આરોગ્ય ક્ષેત્રમાં વધુ ખર્ચ છતાં એક પણ રૂપિયાનો કરવેરાનો બોજો પ્રજા પર લાદ્યો નહતો. ત્યારે હવે રાજ્યના નાણા પ્રધાન 24મીએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરશે. જોકે, હવે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની બીજી ટર્મમાં નાણા પ્રધાન કનુ દેસાઈ કેવું બજેટ રજૂ કરશે તેની પર ગુજરાતીઓની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચોઃAMC budget 2023-24: બજેટ સામે કોંગ્રેસના સવાલો, દર વર્ષે ફૂલ ગુલાબી બજેટ રજૂ થાય છે પરંતુ માત્ર કાગળ પૂરતું જ રહે છે

આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાતની થીમ પર બજેટ આવશે?:ગુજરાતીઓએ આ વખતે 156 બેઠકો ભાજપને જીતાડી છે. ત્યારે હવે ગુજરાતની અપેક્ષા વધુ રહે તે સ્વભાવિક છે. ગુજરાતનો વિકાસ આત્મનિર્ભર ભારત અને ગતિશીલ ભારતના થીમ પર થાય તે રીતે બજેટ રજૂ થવાની શક્યતા વધારે છે. ઉપરાંત ગુજરાત પર મોંઘવારીનો માર ન પડે તેવો પૂરો પ્રયત્ન પણ કરાશે. નવા બજેટમાં 2012 બસો ખરીદવાની જોગવાઈ વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં 730 બસો ઈનહાઉસ અને 1,282 બસ રેડી બિલ્ટ ખરીદવાનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

બજેટનું કદ 2.50 લાખ કરોડને વટાવી જશેઃગુજરાતના બજેટના કદમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતના બજેટનું કદ રૂપિયા 2,27,029 કરોડ રૂપિયાનું હતું અને વર્ષ 2022-23માં બજેટનું કદ રૂપિયા 2,43,965 કરોડ રૂપિયાનું હતું. હવે વર્ષ 2023-24ના વર્ષમાં રજૂ થનારા બજેટનું કદ રૂપિયા 2,50,000 કરોડ રૂપિયાને વટાવી જાય તેવી ધારણા છે. જ્યારે આ વખતે બજેટમાં 10થી 20 ટકાનો વધારો નોંધાશે.

પેટ્રોલ-ડીઝલમાં વેટમાં 7 રૂપિયાની રાહતઃગુજરાત વિધાનસભાની ચૂંટણીના અગાઉના વર્ષમાં નાણાપ્રધાન કનુ દેસાઈએ એક પણ રૂપિયાનો કરવેરાનો બોજો લાદ્યા વગરનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે પેટ્રોલ-ડીઝલમાં લિટરે રૂપિયા 7ની રાહત આપતી જાહેરાત કરી દીધી હતી. આમ, ગુજરાતની પ્રજા ગુજરાત સરકાર પર ખૂશ ખૂશ થઈ હતી. આના કારણે જ ગુજરાતીઓએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા. ત્યારે મોંઘવારીની આડમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા છે.

છેલ્લા 15 વર્ષથી પૂરાંતવાળું બજેટઃરાજ્ય નાણા પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2022-23માં રૂપિયા 668.09 કરોડ રૂપિયાની પૂરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે પણ પૂરાંતવાળું બજેટ રજૂ કરીને ઈતિહાસ પ્રસ્થાપિત કરશે. છેલ્લા 15 વર્ષથી ગુજરાત સરકાર પૂરાંતવાળું બજેટ રજૂ કરી રહ્યું છે. ગત વર્ષે એક પણ રૂપિયાનો ઓવરડ્રાફટ લીધા વગર તમામ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરી હતી.

રેવન્યૂ વધી તેની સાથે વિકાસ પણ વધ્યોઃઆગામી 24 ફેબ્રુઆરી રજૂ થનારું બજેટ ગુજરાતનું પ્રજાલક્ષી બજેટ આવશે તેવી શક્યતા છે. જીએસટીની આવકમાં સતત વધારો થતો રહ્યો છે, જેમાં ગુજરાતના હિસ્સાની રકમમાં પણ વધારો થયો છે. એટલે કે, ગુજરાત સરકારની રેવન્યૂ વધી છે. જોકે, તેની સામે નવા પ્રોજેક્ટના ખર્ચ વધ્યા છે. તેમછતાં સરકાર નવા કરવેરા કે બોજો લાદ્યા વગર વિવિધ સેકટરમાં યથાયોગ્ય જોગવાઈ કરશે. અને ગુજરાતના વિકાસમાં સહભાગી થશે.

સ્ટાર્ટઅપ, મહિલા, યાત્રાધામ વિકાસ મુખ્ય સેકટરઃમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણા પ્રધાન કનુ દેસાઈ સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ, વિદેશી રોકાણ આકર્ષવા માટેની યોજના, યાત્રાધામ વિકાસ, સહકારી ક્ષેત્રનો વિકાસ, કૉસ્ટલ હાઈવેનું નિર્માણ, બૂલેટ ટ્રેન, અમદાવાદ પછી અન્ય શહેરોમાં મેટ્રો ટ્રેન, શહેરી વિકાસની સાથે ગ્રામીણ અર્થતંત્ર પણ ધબકતું રહે તે માટેની જોગવાઈ, મહેસૂલી વિભાગમાં સુધારા, આરોગ્ય ક્ષેત્ર સારી સુવિધા અને શિક્ષણનું આધુનિકરણ તેમ જ મોડલ સ્કૂલો બનાવવા પર ભાર આપશે. પોલીસને પણ આધૂનિક બનાવવા તેમ જ ઉદ્યોગ અને ખાણખનીજ જેવા અનેક સેકટરના વિકાસ માટેની જોગવાઈ કરાશે.

ધોલેરાના નવા ડેવલપમેન્ટ માટે જાહેરાત થશેઃઆગામી બજેટમાં ધોલેરામાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને ‘સર’ના ડેવલપમેન્ટ માટે અનેક કાર્યક્રમોની જાહેરાત થાય તો નવાઈ નહી. તેમ જ ધોલેરામાં દેશનો પ્રથમ સેમી કન્ડન્ટર પ્લાન્ટ ઝડપથી નંખાય તેવી જાહેરાત કરાશે. ઈલેક્ટ્રીક વ્હીકલનું વેચાણ વધે તે માટે સરકાર પ્રોત્સાહન યોજના અંગે એવરનેસ પ્રોગ્રામ તૈયાર કરે અને સોલાર પેનલનો વિચાર તમામ ગુજરાતીઓ અમલમાં મુકે તેવી અપીલ કરાશે.

તમામ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે સ્લોટ તૈયાર કરાશેઃગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટ સત્રમાં પ્રાકૃતિક ખેતી માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવશે. કૃષિ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકાર ગુજરાતના 33 જિલ્લામાં પ્રતિ જિલ્લાદીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની મહત્વની યોજનાઓ જાહેર કરશે. આમ, વધુને વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચોઃAMC Budget Session : એએમસી બજેટ સત્રની ચર્ચામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે અદાણીના બાકી ટેક્સ મુદ્દે તણખા ઝર્યાં

નાણાં વિભાગ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડશેઃરાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને 15 એપ્રિલથી આ નિયમ લાગુ કરવામાં આવશે. ત્યારે નાણાં વિભાગ ગુજરાત વિધાનસભા ગૃહમાં સામાન્ય નાગરિકો અને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં સ્પેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાનું સુધાર બિલ પણ રજૂ કરશે. ઉપરાંત મળતી માહિતી મુજબ, 1.5થી 2 ટકાનો ઘટાડો થાય શકે છે. જ્યારે અઢિયા કમિટીએ આ બાબતની ભલામણ સરકારને કરી હતી. તેમ જ કેન્દ્ર સરકારનું પણ સૂચન છે સ્ટેમ્પ ડ્યુટી રેટ 2થી 3 તકા વચ્ચે હોવું જોઈએ. જ્યારે ગુજરાતમાં 4 ટકા આસપાસ હોવાથી બિલ લાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details