ગાંધીનગર શહેર વિસ્તારમાં મેલેરિયા નાબૂદ કરવા માટે મહાપાલિકા દ્વારા આઉટસોર્સમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જેમાં 40 જેટલા કર્મચારીઓ સેક્ટર પ્રમાણે તેની કામગીરી નિભાવી રહ્યાં હતા, પરંતુ મહાપાલિકા તંત્ર દ્વારા ગરજ પૂરી થઇ ગઇ હોવાના કારણે તમામ કર્મચારીઓને હોવાના કારણે તમામ કર્મચારીઓને પાણીચું આપતા દરવાજો બતાવવામાં આવ્યો છે. રોજમદાર ફિલ્મ વર્કર તરીકે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે મોટાભાગની કામગીરી પૂરી થતાં પાલિકાના સત્તાધીશો દ્વારા અમને હાંકી કાઢવામાં આવ્યા છે.
ડેન્ગ્યુની સકારાત્મક કામગીરી કરનાર કર્મચારીઓને મહાપાલિકાએ હાંકી કાઢ્યા - 40 કર્મચારીઓને ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા હાંકી કઢાયા
ગાંધીનગર: રાજ્યમાં ડેન્ગ્યુનો હાહાકાર મચાવી દીધો હતો. આરોગ્ય તંત્ર પણ ડેન્ગ્યુને નાથવામાં લાચાર બની ગયું હતું. ત્યારે ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુના મોત થયાના પણ આકડા સામે આવ્યા હતા. ગાંધીનગરમાં ડેન્ગ્યુ નાથવામાં ફરજ બજાવનાર 40 કર્મચારીઓને મહાપાલિકા દ્વારા પાણીચું આપી દેવામાં આવી છે. જ્યારે પોતાના નજીકના માણસોને ચાલુ રાખવામાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
રોજમદાર કર્મચારી રાજકુમાર ઠાકોરે કહ્યું કે, મહાપાલિકામાં 40 જેટલા કર્મચારીઓ મેલેરિયા સહિતની કામગીરીમાં ફરજ બજાવી રહ્યા છે. ઘરે-ઘરે જઇને દવાનો છંટકાવ કરવો, પોળાનાશક માછલીઓ મૂકવી, ઘરમાં કરવામાં આવેલા પાણીના વાસણો બનાવવા નાખવી સહિતની કામગીરી 40 કર્મચારીઓ કરી રહ્યા 11 મહિનાના કોન્ટ્રાક્ટ પ્રથામાં અમારી નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ તેના છ મહિના થતા જ પાલિકા દ્વારા અમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયામાં ત્રણ કર્મચારીઓને ફરજ પર ચાલુ રાખવામાં આવ્યા છે. જેઓ સત્તાધીશોના માનીતા છે. ત્યારે મંગળવારના રોજ અમે મહાપાલિકાના તમામ સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું હતું. જો મારી માગણીનો અસ્વીકાર કરવામાં આવશે તો આગામી સમયમાં આ બાબતે આંદોલન કરવાની ફરજ પડશે.