ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતોના હક્કનો પાક વીમો ચૂકવાતો નથી, ત્યાં કુદરતે પડતામાં પાટુ માર્યું : વિરજી ઠુમ્મર - કોંગ્રેસના શાસનમાં અને અંધશાળાઓ ઊભી કરવામાં આવી હતી

ગુજરાતના વિવિધ પ્રાંતોમાં માવઠું થયું છે. જેના પરિણામે જીરું, ઇસબગુલ અને ઘઉં જેવા પાકોને નુકસાન થયું છે. ખેડૂતોના હક્કનો પાક વીમો ચૂકવાતો નથી. ત્યાં કુદરતે ખેડૂતોને પડતામાં પાટુ માર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ ખાનગીમાં સરકારનું આ બાબતે ધ્યાન દોરી રહ્યા છે. તેમજ પિયત અને બિનપિયત જુદા પાડીને સરકારી વીમો ચૂકવવામાં પાછી પડી રહી છે. ખેડૂતોએ 6000 કરોડ પ્રીમિયમ ચૂકવ્યુ છે. જેની સામે 2700 કરોડ જ ચુકવવામાં આવ્યા છે.

gandhii
ગાંધીનગર

By

Published : Mar 6, 2020, 1:32 PM IST

ગાંધીનગર : કેન્દ્ર સરકારના 3 ટકા અને રાજ્ય સરકારના 4 ટકા એવી ટૂંકી વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે પણ 1 વર્ષથી ચૂકવણી થઈ નથી. જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યમાં સહકાર ઉદ્દેશ ભાગી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર થતા પરીક્ષા રદ્દ થાય છે, પરંતુ એ પછી પરીક્ષાઓ ન લેવાતા યુવાનોની ભરતી થતી નથી.

ખેડૂતોના હક્કનો પાક વીમો ચૂકવાતો નથી,

તેની સાથે અન્ય ધારાસભ્યો દ્વારા ગુહમાં ખનીજ અંગેના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હાલના સમયમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકારની દાનત બગડતાં જમીન પાણી વિહોણી બનશે તેવું પણ જણાવ્યું હતું.

સરકાર માત્ર નામ બદલવામાં જ અગ્રેસર છે. એવું કહી જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં અનેક અંધશાળાઓ ઊભી કરવામાં આવી હતી, પરંતુ આ સરકાર નામાકરણમાં જ અગ્રેસર છે. દિવ્યાંગોનું નામ આપી તેમને પ્રત્યેક ખોટી લાગણી દર્શાવી રહી છે. તેમજ ખાનગી ક્ષેત્રે નોકરી આપી તેમનો જસ ખાટવાનો પ્રયત્ન કરી રહી છે. હવે દિવ્યાંગોએ તેમનું ત્રીજું નેત્ર ખોલવાની જરુર છે.

ABOUT THE AUTHOR

...view details