ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેગામ APMC માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવી વિરોધ કર્યો

દહેગામ APMC માર્કેટમાં ખેડૂતોને બાજરીના ભાવ ઓછા મળતા હોબાળો મચ્યો હતો. ચોમાસુ બાજરીના ટેકાના ભાવ 415 નક્કી કરાયા હતા, પરંતુ કમોસમી વરસાદમાં બાજરી પલળી હોવાથી હરાજી ઓછી બોલાઈ હતી. ચોમાસુ બાજરીના ટેકાના ભાવ ઓછા ગણતા ખેડૂતોએ ટ્રેક્ટરો આદ કરી રોષ ઠાલવ્યો હતો.

xxx
દહેગામ APMC માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવી વિરોધ કર્યો

By

Published : Jun 4, 2021, 11:54 AM IST

  • તૌકતે વાવઝોડાને કારણે ખેડૂતોને નુક્સાન
  • બાજરીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં રોષ
  • ખેડૂતોઅ મચાવ્યો હોબાળો

ગાંધીનગર : દહેગામ APMC માર્કેટમાં ખેડૂતોને બાજરીના ભાવ ઓછા મળતા હોબાળો મચાવ્યો હતો. વાવાઝોડાના પગલે બાજરીના પાકમાં દહેગામ 86 ગામોમાં નુકસાન પહોંચ્યું છે. કોરોના કેસ ઘટતા APMC માર્કેટ ખોલવામાં આવ્યા હતા. દહેગામમાં APMC માર્કેટ ખોલતા બાજરીના વેચાણ માટે આવેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડુતોએ રોષે ભરાઇને ઉગ્ર વિરોધ કર્યો હતો.

ખેડુતોએ કર્યો વિરોધ

"દહેગામ APMC માર્કેટમાં ખેડુતો ટ્રેકટર ભરીને બાજરીના વેચાણ માટે આવ્યા હતા પરંતુ તેમને ભાવ ઓછા મળ્યા હતા. આ અંગે APMC માર્કેટના ચેરમેન સુમેરુ અમીન ભાઈએ કહ્યું કે ટેકાના ભાવ બાજરી પડી ગઈ હોવાથી 415 રૂપિયા ચોમાસુ બાજરીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેથી હરાજીના આધારે આ બાજરીના ભાવ અલગ-અલગ નક્કી કરાયા હતા ખેડૂતોમાં થોડી નારાજગી હતી પરંતુ ફરીથી વેચાણ ખેડૂતોને સમજાવી શરૂ કરવામાં આવી છે. તેવું તેમને જણાવ્યું હતું" જોકે વિરોધ થતાં ખેડૂતોએ ટ્રેકટર આડા કરી હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે અમને અમારા ભાગના યોગ્ય ભાવ મળી રહ્યા નથી જોકે કેટલીક બાજરી સારી હોવાથી એ પ્રમાણે તેમને તે હરાજી પ્રમાણે ભાવ અપાયા હતા.

દહેગામ APMC માર્કેટમાં ખેડૂતોએ હોબાળો મચાવી વિરોધ કર્યો

આ પણ વાંચો : બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે

બાજરીના પાકમાં નુકશાનીનો અંદાજ

તૌકતે વાવાઝોડાને કારણે ગાંધીનગર જિલ્લામાં 33 ટકા બાજરીના પાકમાં નુકશાનીનો અંદાજ જિલ્લાના સર્વેમાં માંડવામાં આવ્યો છે. કુલ પાકોનું ઉનાળુ વાવેતર 22,671 હેકટર જીલ્લામાં થયું હતું, જેમાં બાજરીનું 5300 હેકટરનું વાવેતર થયું હતું. જિલ્લામાં સૌથી વધુ નુકશાન દહેગામ તાલુકાના ગામોમાં થયું છે. તાલુકા પ્રમાણે જે ગામોમાં નુકશાન છે તે પૈકી દહેગામ તાલુકાના 86 ગામોમાં નુકશાન થયું છે. જ્યારે ડાંગર અને મગફડીમાં સામાન્ય નુકશાન થવા પામ્યું છે.

આ પણ વાંચો : APMC ધ્રોલ ખાતે જન પ્રતિનિધિઓ સાથે સાંસદ પૂનમબેન માડમે બેઠક યોજી

ABOUT THE AUTHOR

...view details