છેલ્લા 2 વર્ષનુ ખેડૂતોએ પાક ધિરાણ લિધું છે, જેમાં ગામ એકમ કે તાલુકા એકમ મુજબ પાકવિમો મંજૂર થયો છે, પરંતુ બેંકની ભુલના કારણે ખેડૂતોને પાકવિમાથી વંચિત રહેવું પડયું છે. તેવા ખેડૂતોનો ચાલુ વર્ષે માટે પાકવિમો ફરજીયાત કરવામાં આવ્યો છે. જેનુ વિમા પ્રિમિયમ ઉતારવાની જવાબદારી બેંકની છે, તો ઓનલાઈન અરજી કરવાની જવાબદારી ખેડૂતોની કેવી રીતે ? આ ન સમજાય તેવી બાબત છે જેને લઈ રજૂઆત કરશે.
પાકવીમો ન મળતા સૌરાષ્ટ્રના ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા, સરકાર સામે રજૂઆત કરશે - GANDHINAGAR
ગાંધીનગરઃ એક તરફ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે 9 જૂલાઈએ પાક વિમાને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો મોટી સંખ્યામાં પાક વિમાની રકમ ન મળવાને લઈને પોતાની રજૂઆત કરવા સરકાર સમક્ષ પહોંચ્યા છે.
GNR
આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતે પોતાનો એક દિવસ બગાડવો પડે છે, અને જે તે કોમ્પ્યુટર વાળાને 100 થી 150 રુપિયા આપવા પડે છે. બેંકોએ પોતે કરવાની કામગીરી ખેડૂતો પર નાખી પ્રત્યેક ખેડૂતદિઠ 500થી 600 રુપિયાની નુકસાની ખેડૂતે ભોગવવી પડે છે. ત્યારે રાજ્યના કૃષિ નિયામક સમક્ષ રજૂઆત કરવા મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર આવી પહોંચ્યા છે.