ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News: હવે સૂક્ષ્મ સિંચાઇના ઉપયોગ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું અલાયદું ખેત વીજ જોડાણ મળશે- કનુભાઈ દેસાઈ

સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. નાણાં પ્રધાન કનું દેસાઈના જણાવ્યા અનુસાર ખેતીવાડી જમીનમાં હોજમાંથી પાણીનો સૂક્ષ્મ સિચાઈ ઉપયોગ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું ખેત વીજ જોડાણ મળશે. ઉર્જા વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે.

farm-electricity-connection-of-maximum-5-horse-power-will-be-available-for-micro-irrigation-use-of-water-from-hodge-in-agricultural-land
farm-electricity-connection-of-maximum-5-horse-power-will-be-available-for-micro-irrigation-use-of-water-from-hodge-in-agricultural-land

By

Published : Jun 7, 2023, 4:21 PM IST

સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય લીધો

ગાંધીનગર: ઉનાળાની સિઝન દરમિયાન ઉત્તર ગુજરાતમાં હંમેશા માટે પાણીનો કપડા માટે જોવા મળે છે. ખેડૂતો પણ સિંચાઈના પાણી માટે અનેક વખત રાજ્યમાં રજૂઆત કરતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રીતે જ વાતને પગલે રાજ્ય સરકારે ખેત તલાવડીમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મેળવવા માટે સરકાર 5 હોર્સ પાવરનું વીજ કનેક્શન આપશે.

ખેડૂતો માટે મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારના ઉર્જા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને ધ્યાનમાં લઈને ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ પણ રજૂઆતને પોઝિટિવ સ્વરૂપમાં લઈને આ બાબતોને નિર્ણય કર્યો છે. જેમાં ખેતર તલાવડીમાંથી ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિ ખેતી કરવા માટે સિંચાઈનું પાણી આપવામાં આવશે. આ પાણી મેળવવા માટે ખેડૂતોને રાજ્ય સરકારના ઊંચા વિભાગ દ્વારા 5 હોર્સ પાવરનું વીજ કનેક્શન પણ આપવામાં આવશે જ્યારે ખેડૂતોને વીજ કનેક્શન મેળવવા માટે સામાન્ય ચાર્જ ભરવો પડશે.

'ગુજરાતના ઇતિહાસમાં વરસાદી પાણીના સંગ્રહ કરતા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ માટે વધારાનું કનેક્શન આપવાનો આ મહત્વનો નિર્ણય છે. હવે ખેડૂતો 20 ફૂટથી પાણી ખેંચી શકશે જ્યારે પહેલા 100 થી 150 ફૂટ થી પાણી ખેંચવાની પરિસ્થિતિ ઊભી થતી હતી. ખેત તલાવડી માંથી પાણી સિંચાઈ માટે લઈ શકાશે જેનાથી ભુર્ગભ જળ પણ ઊંચું આવશે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.' -પ્રવીણ માળી, ધારાસભ્ય

વાવાઝોડા માટે સરકાર સજ્જ: ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડા સંકટ પૂરું થયું છે ત્યારે આ બાબતે પણ રાજ્યના ઉચ્ચપ્રધાન કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે હાલમાં ઉર્જા વિભાગની રિસ્પોન્સ ડેમ તૈયાર છે અને તમામ મટીરીયલ પણ ઉપલબ્ધ છે. જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવશે. વાવાઝોડાથી ગુજરાત સરકારને અનેક અનુભવ થયા છે ત્યારે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે. 12,770 પોલ વાવાઝોડામાં પડ્યા હતા જેમાં લગભગ તમામ રિપેર કરવામાં આવ્યા છે અને અનુક જગ્યાએ કામ બાકી છે.

  1. Vidhyadeep Insurance Scheme: ગુજરાતમાં પ્રાથમિક સરકારી શાળાના બાળકોને આપવામાં આવે છે વીમા સુરક્ષા, 6035 જેટલા થયા ક્લેમ
  2. Gujarat Cabinet Meeting : કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ, રથયાત્રા 2023 અને ચોમાસા માટે સરકારનું આયોજન શું હશે?

ABOUT THE AUTHOR

...view details