આ ઘટના અંગે પત્રકારો સાથે વાતચીત કરતા કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું કે રાજસ્થાનથી પ્રવેશ કરેલા આ તીડના ટોળાએ ઉભા પાકને નુકસાન પહોંચાડ્યુ છે. જે ફરિયાદને ધ્યાનમાં લઈને કૃષિ પ્રધાનની સાથે સાંસદ પરબત પટેલ અને પૂર્વ આરોગ્યપ્રધાન શંકર ચૌધરી સાથે બનાસકાંઠા અને વાવ થરાદની મુલાકાતે લીધી હતી.
રાજસ્થાનથી આવેલા તીડના ટોળાને ગ્રામજનોએ થાળી વેલણના અવાજથી ભગાડ્યા: આર.સી. ફળદુ - પૂર્વ આરોગ્યપ્રધાન શંકર ચૌધરી
ગાંધીનગર : છેલ્લાં કેટલાક દિવસથી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરેલા તીડના ટોળાએ ગુજરાત બોર્ડર અને બનાસકાંઠાના વિસ્તારની આસપાસ આવેલા તમામ ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડયું છે, ત્યારે ખેડૂતોમાં પણ તીડના આક્રમણને લઈને ફફડાટ મચી ગયો છે. જેને ધ્યાનમાં લઇને રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ પણ મોડી રાત્રે બનાસકાંઠાના વાવ અને થરાદ જિલ્લાની મુલાકાત કરી હતી.

આર.સી.ફળદુની પ્રતિક્રિયા
સાંભળો કૃષિપ્રધાને આ અંગે શું કહ્યું..
આર.સી.ફળદુની પ્રતિક્રિયા
આ અંગે જણાવ્યું હતુ કે તીડના આક્રમણના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે, ત્યારબાદ ગ્રામજનોના સહયોગ અને તેઓની મદદથી થાળી વેલણના અવાજ સાથે તીડના આક્રમણને ભગાડી મૂકવામાં સફળ રહ્યા હતાં.