ગાંધીનગર : નકલી PSI બની ટ્રેનિંગ લેનાર મયુર તડવીની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારના વિભાગમાં 10,000થી પણ વધુ પ્રતિપ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા બાદ ગાંધીનગરની કરાઈ એકેડમી ખાતે PSIની ટ્રેનિંગ મહિનાથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ એક મહિનો પૂર્ણ થતા પગાર તૈયાર કરવાનો હોવાથી સામે આવ્યું કે, એક ખોટી રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. ત્યારે વધુ તપાસ કરતા નકલી ઉમેદવારનું નામ સામે આવ્યું હતું અને ડભોડામાં મોડી રાત્રે આરોપી મયુર તડવીની ધરપકડ કરી છે. જેને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે 10 દિવસના રીમાન્ડ મંજૂર કરી દીધા છે. હવે આ કેસમાં બીજી કેટલીક ખૂટતી કડીઓનો પર્દાફાશ થવાની પૂરી શક્યતાઓ છે.
એડિટિંગ કરીને કરાઈ એકેડેમીમાં એડ થયો :પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મયુર તડવીએ ભરૂચના ઉમેદવાર વિશાલ રાઠવાના લેટર પર એડિટિંગ કરીને કરાય એકેડીમામાં પ્રવેશ મેળવવામાં સફળ થયો હતો. એક મહિના સુધી ટ્રેનિંગ પણ કરી હતી, પરંતુ જ્યારે ટ્રેનિંગ પિરિયડનો પગાર માટેના બિલ તૈયાર થયા, ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. સરકારને આ વાતની કેટલાય દિવસથી ખબર હતી, પરંતુ કોઈ છટકી ન શકે તેને ધ્યાનમાં લઈને સિક્રેટ તપાસ આ બાબતે ચાલી રહી હતી.
આ પણ વાંચો :Ahmedabad Crime : પોલીસની ઓળખ આપી મહિલા સાથે મિત્રતા કરી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો