રાજ્ય સરકારની અણઘડ નીતિઓના કારણે સરકાર સાથે કામ કરતા અનેક મંડળો વચ્ચે સુમેળ જોવા મળતો નથી. હાલમાં મોટા ભાગના મંડળો સરકાર સામે જોવા મળી રહ્યાં છે, ત્યારે આજે ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ એસોસિએશનની કારોબારી બેઠક સેક્ટર 12 ખાતે આવેલા સૌરાષ્ટ્ર શિક્ષણ સંકુલ ખાતે મળી હતી. જેમા રાજ્યના તમામ જિલ્લાના મંડળના આગેવાનો હાજર રહ્યાં હતાં. દિવસભર ચાલેલી બેઠકમાં 13 પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.
ફેર પ્રાઇસ શોપ એસોસિએશને ઉચ્ચારી ચિમકી, 13 પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો દુકાને તાળા મા કેટલાક સમયથી સરકારમાં રજુઆત કરવા છતા નિરાકરણ નહીં આવતાં આજે બેઠકમાં રણનીતિ નક્કી કરવામા આવી હતી.
ગુજરાત રાજ્ય ફેર પ્રાઈસ ઓફ એસોસિયેશનના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે, હાલમાં અમારાં 13 પ્રશ્નોનું નિરાકરણ લાવવા એકઠા થાય છીએ. જેમાં વિતરણ વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ, સરકાર દ્વારા બોગસ રેશનકાર્ડ બાબતે કરવામાં આવતાં ખોટા દાવાઓ, ફિંગર પ્રિન્ટ ડુપ્લીકેટ સોફ્ટવેરથી પડતી મુશ્કેલીઓ, અન્ય રાજ્ય અને ગુજરાતમાં કમિશનમા વિસંગતતા, જથ્થામાં આવતી ઘટ, વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગત સહિતના મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવી હતી.
જો સરકાર દ્રારા અમારા પ્રશ્નનોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પહેલા માસ સીએલ, ત્યારબાદ ઉપવાસ આંદોલન અને છતાં જો અમારી વાત નહીં સાંભડેતો તમામ સસ્તા અનાજની દુકાનને તાળાંમારી વિતરણ બંધ કરી દઈશું.