- રાજ્યમાં બાળકોની વેકસીન ને લઈને રાજ્ય સરકારનું આયોજન
- 8000 જેટલી આરોગ્યની ટીમ કરશે વેકસીનેશનની કામગીરી
- શાળામાં જઈને જ આપવામાં આવશે વેકસીનેશન
ગાંધીનગર : રાજ્યના આરોગ્ય વિભાગ(State Health Department) તરફથી મળતી માહિતી મુજબ જો કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે પણ બાળકોની રસીની જાહેરાત કરવામાં આવશે ત્યારે ફક્ત 15 દિવસની અંદર સમગ્ર રાજ્યના તમામ બાળકોને રસીકરણ કરી દેવામાં આવશે આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 8000 જેટલી ટીમને પણ કાર્યરત કરવામાં આવશે અને ટૂંકા ગાળાની અંદર જ એટલે કે ફક્ત પંદર દિવસની અંદર જ રાજ્યના તમામ બાળકોની રસીકરણનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
રાજ્યના 1.25 કરોડ બાળકો
રાજ્યમાં કુલ બાળકોની સંખ્યા(Number of children in the state)ની વાત કરવામાં આવે તો એક કરોડ 25 લાખ બાળકોની સંખ્યા અત્યારે હાલમાં નોંધાઈ છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ સંખ્યામાં વધ-ઘટ થઈ શકે છે. રાજ્યમાં અત્યારે કુલ 1.25 કરોડ બાળકો સરકારના ચોપડે નોંધાયેલા છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોની રસી માટે કયો ક્રાઈટેરિયા રાખવામાં આવશે તે પણ મહત્વનું રહેશે.
શાળામાં જ જઈને કરવામાં આવશે રસીકરણ
બાળકોની રસી માટે 12 વર્ષથી 18 વર્ષના બાળકોની રસી ટૂંક સમયમાં આવી જશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જઈને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે તમામ બાળકોને રસી આપવામાં આવશે. આમ શાળાના ડેટાના આધારે તથા જિલ્લા શિક્ષણ અધિકારીના ડેટાના આધારે તમામ બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે વર્તમાન સમયમાં રાજ્યના 18 વર્ષથી વધુના તમામ નાગરિકોએ રસીકરણ થઈ ગયું છે. ત્યારે રસી લેનારા માતાપિતા પણ બાળકોને ઝડપથી રસી આપાવશે.