ગાંધીનગરઃ મળતી માહિતી મુજબ ગાંધીનગર તાલુકાના શિહોલીમોટી ગામમાં રહેતાં જુગાજી વરવાજી ઠાકોર રાજસ્થાન રણુજામાં આવેલા બાબા રામદેવપીરના દર્શનાર્થે ટ્રાવેલ્સમાં જઈ રહ્યાં હતાં. ગત મોડીરાત્રે શિહોલીમોટી ગામના 20 જેટલા લોકો ટ્રાવેલ્સમાં જઈ રહ્યાં હતાં. દર્શનાર્થે જઇ રહેલા લોકોને અલગઅલગ ગામમાંથી ટ્રાવેલ્સ દ્વારા લઈ જવામાં આવી રહ્યાં હતાં. તે દરમિયાન રુપાલથી નારદીપુર જતાં રોડ પાસે રાત્રિના સમયે લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા ઝાડ સાથે ટકરાઇ હતી. આ બનાવમાં બસમાં સવાર કોંગ્રેસા પૂર્વ સદસ્ય જુગાજી ઠાકોરનું ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું ગયું હતું.
ગાંધીનગર તાલુકા પંચાયત કોંગ્રેસના પૂર્વ સદસ્યનું નારદીપુર પાસે અકસ્માતમાં મોત - અકસ્માત મોત
ગાંધીનગર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને કોંગ્રેસના કર્મઠ કાર્યકર જુગાજી ઠાકોરનું નારદીપુર પાસે અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. તેઓ રાજસ્થાનના રણુજા બાબા રામદેવપીરના દર્શને જઈ રહ્યાં હતાં. તે દરમિયાન અકસ્માત થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેને લઇને કોંગ્રેસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
તાલુકા પંચાયત કોંગ્રેસના પૂર્વ સદસ્યનું નારદીપુર પાસે અકસ્માતમાં મોત
જ્યારે લક્ઝરી બસના ક્લીનર સહિત 15 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં ઉલ્લેખનીય છે કે જુગાજી ઠાકોર ગાંધીનગર તાલુકા પંચાયતમાં વર્ષ 2013થી 18 દરમિયાન શિહોલી મોટી બેઠક ઉપરથી કોંગ્રેસના સદસ્ય તરીકે ચૂંટાયાં હતાં.જ્યારે તાલુકાકક્ષાએે કોંગ્રેસના અલગઅલગ હોદ્દાઓ સંભાળ્યાં હતાં. આ બનાવને લઈને ગાંધીનગર કોંગ્રેસમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુંં.